Weight Loss Tips: ઝડપથી વજન ઘટાડવા માટે દરરોજ પીવો આ 3 પ્રકારની મસાલાવાળી ચા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
Weight Loss Tips:  ઝડપથી વજન ઘટાડવા માટે દરરોજ પીવો આ 3 પ્રકારની મસાલાવાળી ચા 1 - image


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 26 ઓક્ટોબર 2023 ગુરૂવાર

ભારતીય રસોડામાં જાતભાતના મસાલા હોય છે. આ ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ આરોગ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કરી તમે ચા બનાવી શકો છો જેને દરરોજ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

વર્તમાન સમયમાં દરેક વજન વધવાના કારણે પરેશાન છે. જોકે અનહેલ્ધી ફૂડ્સ અને બદલાતી લાઈફસ્ટાઈલ વજન વધવાના મુખ્ય કારણ છે. લોકો વજન જાળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અપનાવે છે. 

આદુની ચા

આદુ સ્વાદની સાથે-સાથે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. જેમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. દરરોજ આદુની ચા પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આમાં એન્ટીઓક્સિડેન્ટ્સ ગુણ હોય છે, જેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

આદુની ચા બનાવવા માટે એક તપેલીમાં પાણી ઉકાળો જેમાં આદુ, હળદર અને તુલસીના પાન નાખીને થોડા સમય સુધી ઉકાળો પછી તેને ગાળી લો અને બાદમાં પીવો. આ વજન ઘટાડવા સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયી છે.

તજની ચા

એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર તજની ચા વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ તમારા રસોડામાં સરળતાથી મળી શકે છે. આ મસાલા ભોજનના સ્વાદ વધારવાની સાથે જ આરોગ્ય પણ સ્વસ્થ રાખે છે. આમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે.

આને બનાવવા માટે એક તપેલીમાં પાણી નાખો તેમાં તજ નાખો અને આ મિશ્રણને સારી રીતે ઉકાળો. હવે તેને ગાળી લો અને લીંબુનો રસ અને મધ મિક્સ કરો. આ વજન ઘટાડવામાં મદદરૂપ છે.

જીરુની ચા

જીરુ ભોજનનો સ્વાદ વધારવાની સાથે પાચનતંત્રને મજબૂત કરે છે. વજન ઘટાડવા માટે જીરાની ચા શાનદાર ઓપ્શન છે. આ પેટનો દુખાવો, અપચો અને ઝાડામાં રાહત અપાવવાનું કામ કરે છે. આ ચા ને બનાવવા માટે એક વાસણમાં થોડુ જીરુ શેકી લો અને તેમાં પાણી નાખીને ઉકળવા દો અને પછી તેને ગાળી લો. આ ચા માં મધ મિક્સ કરો. આને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. જેનાથી વજન ઝડપથી ઘટે છે.


Google NewsGoogle News