સ્મોકિંગ છોડવા માંગો છો પણ છોડી નથી શકતા? તો આ 6 ટિપ્સ કરશે મદદ
Image Source: Freepik
અમદાવાદ, તા. 17 ઓક્ટોબર 2023 મંગળવાર
સ્મોકિંગની લત એક ખૂબ જોખમી લત સાબિત થઈ શકે છે. જો આ એક વખત લાગી જાય તો તેને છોડવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ઘણા લોકો તમામ પ્રયત્નો બાદ પણ ધૂમ્રપાનથી છુટકારો મેળવવામાં નિષ્ફળ થઈ જાય છે પરંતુ જો યોગ્ય રીતે પ્રયત્ન કરવામાં આવે તો તમે ધૂમ્રપાનની ટેવને આરામથી અલવિદા કહી શકો છો. તેને છોડવા માટે તંબાકુ અને નિકોટિનની ક્રેવિંગ્સ થવા પર તમારે માત્ર અમુક મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે.
જાણો સ્મોકિંગ છોડવાની અમુક મહત્વપૂર્ણ ટિપ્સ
1. સ્મોકિંગ છોડવાનું મક્કમપણે નક્કી કરો
સ્મોકિંગ છોડવા માટે હંમેશા પોતાને અંદરથી મોટિવેટ કરવુ ખૂબ મહત્વપૂર્ણ છે. તમારી પાસે તેને છોડવાનું એક પાવરફુલ કારણ હોવુ જોઈએ. જેમ કે તમારા આરોગ્ય પર અસર થઈ રહી છે કે તમે પોતાના પરિવાર અને આસપાસના લોકો દ્વારા સેકન્ડ હેન્ડ સ્મોકથી બચવા ઈચ્છો છો. પોતાને ફેફસાનું કેન્સર કે હૃદય સંબંધિત બીમારીઓથી બચાવવા ઈચ્છો છો, સિગારેટ સળગાવ્યા પહેલા આ તમામ વાતોને પોતાના મગજમાં રાખો.
2. અલ્કલાઈન ડાયટથી નિકોટીનની ક્રેવિંગ્સને ઘટી શકે છે
અલ્કલાઈન ડાયટ અને ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોના સેવનથી તમને સ્મોકિંગની ક્રેવિંગ્સને ઘટાડવામાં મદદ મળી શકે છે. દાળ, જુવાર, બાજરી અમુક ખાસ લીલા શાકભાજી આ તમામમાં વિભિન્ન પ્રકારના પોષક તત્વો હાજર હોય છે. જેને અનાવશ્યક રીતે મીઠાના સેવન અને સ્મોકિંગની ક્રેવિંગ્સને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
3. નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપીની મદદ લો
જ્યારે તમે ધૂમ્રપાન કરવાનું બંધ કરી દે છે, તો નિકોટીન છોડવાથી તમને માથાનો દુખાવો થઈ શકે છે. તમારા મૂડને અસર થઈ શકે છે કે તમને એનર્જીની ઉણપ થઈ શકે છે. નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી તમારી સ્મોકિંગની લાલચને ઘટાડે છે. અભ્યાસથી જાણ થાય છે કે જ્યારે તમે આ પ્રોગ્રામમાં ભાગ લો છો તો નિકોટીન ગમ, લોજેન્જ અને પેચ તમારી સફળતાની શક્યતાઓને શ્રેષ્ઠ બનાવે છે.
4. બીન્સને ડાયટમાં સામેલ કરો
સ્મોકિંગ છોડવાથી વેઈટ ગેન થઈ શકે છે. આ સિવાય આ દરમિયાન તમને પોતાની ડાયટ પર ધ્યાન આપવાની વધુ જરૂર પડે છે. એક્સપર્ટ સિગારેટના સ્થાને ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. નિકોટીન ભૂખને ઘટાડે છે અને મેટાબોલિઝ્મને વધારે છે, તેથી સ્મોકર્સનું વજન થોડુ ઓછુ થઈ જાય છે. જેમ કે તે સ્મોકિંગ છોડી દે છે, અચાનકથી તેમનામાં વજન ઘટેલુ જોવા મળે છે. દરમિયાન ફાઈબરયુક્ત બીન્સને ડાયટમાં સામેલ કરવાથી મદદ મળશે.
5. મોડેથી શરૂ કરો
જો તમે સ્મોકિંગ છોડવા ઈચ્છો છો તો જ્યારે તમને સ્મોક કરવાની ક્રેવિંગ થાય તો તમારે તાત્કાલિક સિગારેટ સળગાવવી જોઈએ નહીં, જેટલુ શક્ય હોય તેટલી રાહ જોવાનો પ્રયત્ન કરો. સમયને ખેંચો, આવુ કરવાથી તમારી ક્રેવિંગ્સ ખતમ થઈ જશે કે પછી બીજી વખત તમે લાંબા સમય સુધી રાહ જોઈ શકશો. રાહ જોવા દરમિયાન અમુક અન્ય કાર્યમાં વ્યસ્ત થઈ જાવ, આ નાના-નાના પ્રયત્ન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
6. 'માત્ર એક' પર નિર્ભર ન રહો
સિગારેટ પીવાની આદતને આપણે સંપૂર્ણપણે અવગણી શકતા નથી. હંમેશા આ પ્રક્રિયાથી બચવાનો પ્રયત્ન કરો. કેમ કે તમે માત્ર એક સિગારેટ પર રોકાતા નથી આ તમારી દરરોજની આદત બની જાય છે.