Flours For Weight Loss: શિયાળાની સીઝનમાં ઘટાડવા માંગો છો વજન? તો ડાયટમાં સામેલ કરો આ 5 પ્રકારના લોટ
Image Source: Freepik
અમદાવાદ, તા. 16 ડિસેમ્બર 2023 શનિવાર
વર્તમાન સમયમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ઝડપથી થતા પરિવર્તન તેમના આરોગ્ય પર ઊંડી અસર નાખી રહ્યા છે. વધતા વર્ક પ્રેશર અને ખાણીપીણીની આદતો લોકોને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બનાવી રહી છે જેમાં ડાયાબિટીસ, બીપી, હાર્ટ ડિસીઝ વગેરે સામેલ છે. મેદસ્વીપણુ આ સમસ્યાઓ પૈકીની એક છે, જે સમગ્ર દુનિયામાં ચિંતાનો વિષય છે. વધતુ વજન ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે હેલ્થ એક્સપર્ટ પણ લોકોને પોતાનો વજન કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે.
અત્યારે મોટાભાગના લોકો પોતાના વજનને લઈને ખૂબ એલર્ટ થઈ ગયા છે. દરમિયાન વજન ઘટાડવા અને તેને કંટ્રોલ કરવા માટે અમુક લોકો જિમ અને વર્ક આઉટ કરે છે તો અમુક ડાયટની મદદથી વેટ મેઈન્ટેન કરે છે. જો તમે પણ પોતાનું વજન ઘટાડવાના પ્રયત્નમાં હોવ તો આ લોટને ડાયટમાં સામેલ કરીને તમે પોતાનું વજન ઘટાડી શકો છો.
જુવારનો લોટ
વેટ લોસ માટે જુવારનો લોટ એક પૌષ્ટિક અને ગ્લૂટેન ફ્રી વિકલ્પ છે. આમાં ફાઈબર અને પ્રોટીન ખૂબ પ્રમાણમાં હોય છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
બદામનો લોટ
બદામ તમારા આરોગ્ય અને મગજ માટે ખૂબ લાભદાયી હોય છે. જોકે, આનો લોટ પણ ખૂબ ગુણકારી છે. પ્રોટીનથી ભરપૂર અને ઓછા કાર્બોહાઈડ્રેટ વાળો આ લોટ બેકિંગ અને ભોજન બનાવવા માટે એક શાનદાર વિકલ્પ છે, જે લાંબા સમય સુધી તમારુ પેટ ભરેલુ રાખે છે.
બાજરીનો લોટ
બાજરીનો લોટ ગ્લૂટેન ફ્રી અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે તેને વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. સાથે જ તેમાં ઓછુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પણ હોય છે, જે બ્લડ શુગર કંટ્રોલમાં પણ મદદ કરે છે.
શિંગોડાનો લોટ
ઘણી વખત વ્રત-ઉપવાસમાં ઉપયોગ થનાર શિંગોડાનો લોટ પણ વેટ લોસમાં તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. જેમાં કેલેરી ઓછી અને ફાઈબર વધુ હોય છે, જે તેને ઉર્જાનો સારો સ્ત્રોત બનાવે છે અને વેટ લોસ માટે પરફેક્ટ બનાવે છે.
ઓટ્સનો લોટ
ઓટ્સ હંમેશાથી વેટ લોસનું સૌથી લોકપ્રિય વિકલ્પ રહ્યો છે. કાર્બોહાઇડ્રેટ અને ફાઈબરથી ભરપૂર ઓટ્સનો લોટ તમને સતત ઉર્જા પ્રદાન કરે છે, જેનાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને વધુ ભોજનથી બચી શકો છો.