શિયાળામાં ચાલવાના છે અઢળક ફાયદા પરંતુ આ બાબતોનું ધ્યાન રાખવુ પણ જરૂરી
Image Source: Freepik
અમદાવાદ, તા. 18 ડિસેમ્બર 2023 સોમવાર
શિયાળામાં આળસના કારણે સવારે લોકોને એક્સરસાઈઝ કરવાનું મન થતુ નથી. ઘણી વખત તાપમાન ઓછુ હોવાથી પણ વોક કરવાનો ડર લાગે છે. ખાસ કરીને અમુક બીમારીઓ ધરાવતા લોકો તો તેને લઈને સચેત રહે છે અને ઘણી વખત શિયાળામાં વોક કરવાનું છોડી દે છે પરંતુ સંપૂર્ણરીતે આવુ કરવુ આરોગ્ય માટે નુકસાનકારક છે. કેમ કે આના કારણે તમારા પેટના મેટાબોલિઝ્મ અને તમારા બ્રેઈન હેલ્થ પર અસર પડે છે. એટલુ જ નહીં તેનાથી બ્લડ સર્ક્યુલેશન પર પણ અસર થાય છે. દરમિયાન તમારે શિયાળામાં વોક કર્યા પહેલા અમુક વાતોનો ખ્યાલ રાખવો જોઈએ.
શિયાળામાં ચાલવુ કેટલુ યોગ્ય?
શિયાળામાં ચાલવુ આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. શિયાળામાં ચાલવાથી તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ઝડપી થઈ જાય છે. સાથે જ શરીર ગરમ થઈ જાય છે અને હૃદયની માંસપેશીઓને આરામ મળે છે. તેનાથી બીપી બેલેન્સ રહે છે. આ સિવાય આ શુગર મેટાબોલિઝમને ઝડપી કરે છે અને ડાયાબિટીસને બેલેન્સ કરવામાં મદદ કરે છે. આ સિવાય શિયાળામાં ચાલવુ સ્કિન માટે પણ લાભદાયી છે.
શિયાળામાં ક્યારે ચાલવુ જોઈએ
શિયાળામાં તમારે ચાલવુ હોય તો સવારે 8:30થી 9:30ની વચ્ચે ચાલો નહીંતર સાંજે ચાલવા જાવ. સાંજે ચાલવુ દરેક માટે વધુ સુરક્ષિત છે સાથે જ આ સમયે ઠંડીનો ડર પણ ઓછો હોય છે. જોકે, સાંજે પણ વોક 5થી 6 વાગ્યા વચ્ચે કરી લો કેમ કે ઠંડી વધવાની સાથે શિયાળામાં વોક કરવુ નુકસાનકારક પણ હોઈ શકે છે.
શિયાળામાં કયા લોકોએ ચાલવુ જોઈએ નહીં
શિયાળામાં અમુક લોકોએ વોક કરવાથી બચવુ જોઈએ. જેમ કે હૃદયના દર્દી સવારે વોક કરવાથી બચો. જો તમને અસ્થમા કે નિમોનિયાની બીમારી છે તો પણ તમારે સવારે વોક કરવાથી બચવુ જોઈએ. આ સિવાય જે લોકો સ્વસ્થ છે અને તે વોક કરવા જઈ રહ્યા છે તો પણ આ વાતોનો ખ્યાલ રાખો જેમ કે પૂરતુ પાણી પીવો, પૂરા વસ્ત્રો પહેરો અને ઠંડીથી બચવાનું ખાસ ધ્યાન રાખો.