આયુર્વેદ ટીપ્સ: જમ્યા પછી તરત ઊંઘવું થઇ શકે છે સ્વાસ્થ્ય માટે હાનિકારક
જમ્યા પછી માત્ર 100 પગલા ચાલવાથી થશે ફાયદા
અમદાવાદ, 9 જાન્યુઆરી 2023
'શતપાવલી' શત એટલે 100 અને પાવલી એટલે કદમ આમ આયુર્વેદ કહે છે કે જમ્યા પછી માત્ર 100 ડગલા પણ રોજ ચાલવું જોઈએ. આ એક સદીઓ જૂની ભારતીય માન્યતા છે જે તમારી ડાયજેશન સિસ્ટમ માટે પણ ખુબ અસરકારક નીવડે છે.
આજકાલ દરેક એટલી ફાસ્ટ ફોરવર્ડમાં લાઈફ જીવી રહ્યા છે કે જમ્યા પછી ક્યાંક તેઓ ઓફીસના કામમાં લાગી પડે છે કે પછી મોબાઈલ લઈને બેસી જાય છે અથવા તો જમ્યા પછી સીધા બેડમાં લાંબા થઈને સુઈ જાય છે. બહુ ઓછા લોકો એવા જોવા મળે છે કે જેઓ જમ્યા પછી થોડું ચાલવાનું પસંદ કરતા હોય જેથી તેમની પાચનક્રિયા સારી રહે. અ એક હેલ્ધી અને સારી આદત છે. હેલ્ધી અને એક્ટીવ રહેવા માટે જેટલું ડાયેટ પર ધ્યાન આપવું જરૂરી છે એટલું જરૂરી છે કે તમે જમ્યા પછી શું કરો છો?? એક જૂની ભારતીય ધારણા અનુસાર માણસે રોજ રાતે જમ્યા પછી ઓછામાં ઓછા 100 પગલા ચાલવું જોઈએ જેને 'શતપાવલી' કહેવામાં આવે છે.
ડોકટરો શતપાવલીનો અર્થ સમજવતા કહે છે કે, જયારે અને જેટલી વાર તમે ભોજન કરો ત્યારે ત્યારે તમારે ઓછામાં ઓછા 100 પગલા ચાલવું જોઈએ. તેમના કહેવા મુજબ 100 કદમ ચાલવાની પ્રથા પ્રાચીનકાળથી ચાલતી આવી છે અને તેની સારી અસર તમારી પાચનક્રિયા પર જોવા મળે છે.
એક સ્ટડી મુજબ ભોજન કર્યા પછી થોડું ચાલવાથી બ્લડ સુગર લેવલ મેઈનટેઈન રહે છે અને ટાઈપ-2 ડાયબીટીસનું જોખમ પણ ઓછો રહે છે. એટલે જ આયુર્વેદમાં જણાવ્યા મુજબ જમ્યા પછી થોડું ચાલવાની આદત પાડવી જોઈએ.