સફેદ વાળથી પરેશાન છો? તો આંબળાનો આ રીતે ઉપયોગ કરવાથી થઈ શકે છે ફાયદો
Image Source: Freepik
અમદાવાદ, તા. 11 ડિસેમ્બર 2023 સોમવાર
વાળ સફેદ થવા પાછળ ઘણા કારણ હોય છે, અમુક કારણ કુદરતી હોય છે તો ઘણી વખત કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના ઉપયોગથી તડકાથી અને વાળની યોગ્યરીતે દેખરેખ ન કરવાથી પણ વાળ સફેદ થઈ શકે છે. દરમિયાન વાળને એક વખત ફરીથી કાળા કરવા માટે તમે આંબળાનો ઉપયોગ કરી શકો છો. આંબળા વિટામિન સી થી ભરપૂર હોય છે. આ વાળની અલગ-અલગ મુશ્કેલી દૂર કરવા માટે લગાવવામાં આવી શકે છે. આંબળાના ઉપયોગથી વાળમાંથી ડેન્ડ્રફ હટે છે, વાળ ખરવાનુ ઘટે છે. વાળ જાડા થાય છે અને વાળમાં ચમક આવે છે. આંબળામાં વિટામિન સી હોવાના કારણે આ સમય પહેલા સફેદ થયેલા વાળને કાળા કરવામાં ઉપયોગી થઈ શકે છે.
સફેદ વાળને કાળા કરવા માટે આંબળા
આંબળા અને લીંબુનો રસ
સફેદ વાળને કાળા કરવા માટે આમ તો આંબળાનું સેવન પણ કરવામાં આવી શકે છે પરંતુ બહારની તરફ અલગ-અલગ રીતે વાળ પર આંબળા લગાવવામાં આવી શકે છે. સફેદ વાળને કાળા બનાવવામાં આંબળા અને લીંબુના રસની સારી અસર દેખાય છે. આ માટે આંબળાનો પાઉડર લઈ તેમાં લીંબુનો રસ અને હૂંફાળુ પાણી મિલાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળના મૂળથી માથા સુધી લગાવો અને અડધાથી એક કલાક બાદ માથુ ધોઈ લો. મહિનામાં એક-બે વખત આ હેર માસ્કને લગાવવા પર વાળને કાળા બનાવવામાં મદદ મળશે.
આંબળા અને નારિયેળનું તેલ
આંબળાના પાંદડાથી પણ વાળને કાળા કરી શકાય છે. આ માટે આંબળાના પાંદડાને લઈને તેને ઉકાળો અને પછી પીસી લો. જે બાદ આ પેસ્ટમાં નારિયેળનું તેલ મિલાવો. આને વાળ પર સારી રીતે લગાવો અને અડધાથી એક કલાક લગાવી રાખ્યા બાદ માથુ ધોઈ લો. અસર દેખાવા લાગશે.
આંબળાનું તેલ
વાળ પર નિયમિત રીતે આંબળાનું તેલ લગાવવાથી પણ વાળ કાળા થઈ શકે છે. આ માટે આંબળાને તડકામાં સૂકવો. જે બાદ એક વાટકીમાં નારિયેળનું તેલ લો અને તેમાં સૂકાયેલા આંબળા નાખીને રાંધવાનું શરૂ કરો. જ્યારે તેલ સારી રીતે ઉકળે તો બાદમાં તેને ઉતારી લો. આ તેલને વાળ પર લગાવવાથી વાળ મૂળમાંથી કાળા થવા લાગે છે.