પથરીના દુઃખાવાથી પરેશાન છો? જરૂર ખાઓ આ ફળ, નહીં જવું પડે હોસ્પિટલ!

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
પથરીના દુઃખાવાથી પરેશાન છો? જરૂર ખાઓ આ ફળ, નહીં જવું પડે હોસ્પિટલ! 1 - image


                                                                  Image Source: Freepik

અમદાવાદ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર

પથરી આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો આ તકલીફથી ઝઝૂમી રહ્યા છે. પથરીનું એક મોટુ કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી છે જેના કારણે કિડનીમાં મોટા પ્રમાણમાં મિનરલ્સ હોય છે જે પથરીને બનાવે છે. તેથી તમારે એવા પદાર્થોને ખાવાથી બચવુ જોઈએ જેમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય. દરમિયાન તમે અમુક વસ્તુઓનું સેવન કરીને કિડની સ્ટોનથી છુટકારો મેળવી શકો છો. 

કિડની સ્ટોનના દર્દી આ ફળોનું દરરોજ કરો સેવન

પાણીથી ભરપૂર ફળ દરરોજ ખાવ

પાણીથી ભરપૂર ફળ જેવા કે નારિયેળ પાણી, તરબૂચ અને સક્કરટેટી વગેરેનું દરરોજ સેવન કરો. આવુ એટલા માટે કેમ કે પાણી વાળા ફૂડ પથરીને ઓગાળવાનું કામ કરે છે. તેથી તમારે વધુથી વધુ પાણી વાળા ફળોને પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ. તમારે પાણી વધુ પ્રમાણમાં પીવુ જોઈએ.

ખાટા ફળ ખાવ

ખાટા ફળ વિટામિન સીથી ભરપૂર હોય છે. જે પથરીને ઓગાળવાનું કામ કરે છે. ખાટા ફળો અને જ્યૂસમાં સાઈટ્રિક એસિડ હોય છે તેથી તેનું સેવન કરવુ તમારા માટે ફાયદાકારક હોય છે. આ માટે તમારે સંતરા, મોસંબી અને દ્રાક્ષનું સેવન કરવુ જોઈએ. 

કેલ્શિયમથી ભરપૂર ફૂડને ડાયટમાં સામેલ કરો

જો તમને પણ કિડની સ્ટોનની સમસ્યા છે તો તમારે કેલ્શિયમથી ભરપૂર ફૂડનું સેવન કરવુ જોઈએ. આ માટે તમે પોતાની ડાયટમાં કાળી દ્રાક્ષ, અંજીર સામેલ કરી શકો છો. તમે આ સિવાય આ વસ્તુઓને પણ ડાયટમાં સામેલ કરી શકો છો જે પાણીથી ભરપૂર છે જેવા કે ખીરા, કાકડી વગેરે. આ વસ્તુઓનું સેવન કરવાથી તમે કિડનીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 


Google NewsGoogle News