Get The App

શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખા

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરેલુ નુસ્ખા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 30 ડિસેમ્બર 2023 શનિવાર

શિયાળામાં મોટાભાગના લોકો શરદી, ખાંસીથી પરેશાન રહે છે. કફ છાતીમાં જમા થઈ જાય છે. જેનાથી સમસ્યા વધી જાય છે. ઘણી વખત છાતીમાં અકળામણના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જાય છે. લાંબા સમય સુધી ફેફસામાં ઈન્ફેક્શન થવા પર નિમોનિયાનું જોખમ વધી જાય છે. ઘણી વખત છાતીમાં કફ એવા જકડાઈ જાય છે કે રાત્રે આરામથી ઊંઘ લેવી પણ મુશ્કેલ થઈ જાય છે. જો તમારી છાતીમાં કફ જમા છે તો આ દેશી ઉકાળો જરૂર પીવો. તમને 3-4 દિવસમાં જ આરામ મળી જશે. 

ઉકાળો બનાવવાની સામગ્રી

1 ઈંચ આદુનો ટુકડો, 8-10 કાળા મરી, 8-10 તુલસીના પાન, એક મોટુ તજનું પાન, 1 ટુકડો લીલી હળદર, 1 સ્ટિક તજ, 1 મોટો ટુકડો ગોળ, 1 ગ્લાસ પાણી. 

ઉકાળો બનાવવાની રીત

ઉકાળો તૈયાર કરવા માટે સૌથી પહેલા એક તપેલીમાં પાણી ઉકાળો.

હવે આમાં તુલસીના પાન, તજ પાન, કાળા મરી, લીલી હળદર નાખી દો. 

પાણીમાં તજ, ગોળ અને આદુ પણ નાખી દો અને આને ઉકળવા દો.

ઉકાળો તમારે લગભગ 20 મિનિટ માટે ઉકાળવાનો છે જ્યાં સુધી તેનો રંગ બદલાઈ જાય નહીં.

પાણી જ્યારે લગભગ અડધો ગ્લાસ રહી જાય તો તેને ગ્લાસમાં ગાળી લો અને ગરમ પી લો.

તમારે 3-4 દિવસ સતત આ ઉકાળો પીવાનો છે. તેનાથી શરદી, ખાંસી અને કફની સમસ્યા દૂર થઈ જશે.

ઉકાળો પીવાના ફાયદા

ઉકાળો બનાવવામાં જે સામગ્રી ઉપયોગ કરવામાં આવે છે તે શરીરને ગરમ રાખવા અને કફને પાતળો કરવામાં મદદ કરે છે. આમાં લીલી હળદરનો ઉપયોગ થાય છે. હળદરમાં કરક્યૂમિન નામનું યૌગિક હોય છે જે કફને ઢીલો કરે છે. આદુ કફને કાઢવામાં મદદ કરે છે. જેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. કાળા મરી ખાવાથી શરદી અને કફ ઘટે છે. તેનાથી ફેફસામાં જમા કફ ઢીલા થઈ જાય છે. તજના પાન પણ ગરમ હોય છે.  


Google NewsGoogle News