સૂકી ખાંસીથી પરેશાન છો? તાત્કાલિક છુટકારો મેળવવા અપનાવો આ 3 કારગર નુસ્ખા
Image Source: Freepik
અમદાવાદ, તા. 31 ઓક્ટોબર 2023 મંગળવાર
શું તમને સૂકી ખાંસી થઈ રહી છે અને આ લાંબા સમયથી થઈ રહી છે. આ સમસ્યા આજકાલ સામાન્ય થઈ રહી છે અને ઘણા બધા લોકો તેનો શિકાર થઈ રહ્યા છે. દરમિયાન સૌથી પહેલા આપણે તેના કારણે વિશે જાણવુ જોઈએ. જે બાદ તે ઉપાયોને કરવા જોઈએ જેનાથી આપણે તાત્કાલિક થોડા સમય માટે છુટકારો મેળવી શકીએ. સૌથી જરૂરી એ છે કે કેટલા દિવસ સુધી સૂકી ખાંસી રહેવી સામાન્ય છે અને ક્યારે આપણે તેને લઈને ચિંતા કરવી જોઈએ.
સૂકી ખાંસી કેટલા દિવસ રહે છે
ખાંસી, તમારા વાયુમાર્ગથી લાળ દ્વારા ધૂળ કે ધૂમાડા જેવા બળતરા પેદા કરનાર પદાર્થોને સાફ કરવાની શરીરની રીત છે. સૂકી ખાંસીનો અર્થ છે કે આમાં કોઈ કફ નીકળતો નથી. તેથી તેને જવામાં લાંબો સમય લાગી શકે છે. મોટાભાગની સૂકી ખાંસી 3 અઠવાડિયાની અંદર ઠીક થઈ જાય છે અને કોઈ સારવારની જરૂર રહેતી નથી.
સૂકી ખાંસીનું કારણ
સૂકી ખાંસીમાં એક સમાન સ્વર હોય છે, તેને હેકિંગ ખાંસી પણ કહેવામાં આવે છે કેમ કે તેમાં લાળનો અવાજ હોતો નથી. આ વાયુમાર્ગની બળતરા અને સોજાના કારણે થાય છે જે ઘણા કારણોથી થઈ શકે છે.
- ધૂળ, ફળોના પરાગ, ફૂગ અને પાલતૂ જાનવરોની થનારી એલર્જીના કારણે જે ગળા અને વાયુમાર્ગમાં બળતરા પેદા કરે છે.
- અસ્થમા અને બ્રોંકાઈટિસના દર્દીઓમાં જેમાં વાયુમાર્ગમાં સોજો રહે છે.
- ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ રોગ એટલે કે એસિડ રિફ્લક્સના કારણે.
- છાતીમાં કોઈ પણ પ્રકારની એલર્જી થવા પર.
સૂકી ખાંસીમાં તાત્કાલિક આરામ માટે શું કરવુ જોઈએ
1. આદુ અને મધ
સૂકી ખાંસીમાં તાત્કાલિક આરામ મેળવવા માટે થોડુ આદુ લો અને તેમાં મધ નાખીને પોતાનું મોઢુ દબાવી લો. આદુમાં ઝિંઝરોલ હોય છે જે એન્ટી એલર્જિકનું કામ કરે છે અને મધ એન્ટી ઈન્ફલેમેટરી છે અને ગળાને શાંત કરે છે. તેનાથી ખાંસીથી તાત્કાલિક રાહત મળે છે.
2. મુલેઠી મોઢામાં મૂકી દો
સૂકી ખાંસીમાં મુલેઠી પોતાના મોઢામાં મૂકી દો. આવુ કરવુ તમારા ગળાને સાફ કરવાની સાથે સૂકી ખાંસીને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય આ એન્ટી
બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી પણ ભરપૂર છે જે ડ્રાય કફમાં તમારી મદદ કરી શકે છે.
3. હળદર-ફુદીનાનો ઉકાળો
હળદરને ગરમ પાણીમાં મિક્સ કરો અને તેમાં થોડા ફુદીનાના પાનને નાખીને ઉકાળો. જે બાદ તેમાં તેને થોડી વાર રહેવા દો અને પછી થોડો ગોળ મિક્સ કરો. હવે આ ઉકાળાને ગાળીને પી લો. તમે આનાથી સારુ અનુભવશો અને ડ્રાય કફની સમસ્યાથી પણ તમને છુટકારો મળશે.