યોગા ટિપ્સ : બ્લડ સર્ક્યુલેશન માટે ફાયદાકારક છે ત્રણ આસન, જાણો તેનાથી શું શું મળે છે લાભ
Image Source: Freepik
અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી 2024 મંગળવાર
તમામ અંગોને યોગ્ય રીતે કામ કરવા અને સારા આરોગ્ય માટે શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીની જરૂર હોય છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં આવનારા અવરોધ જીવનું જોખમ કરી શકે છે. જોકે ખરાબ જીવનશૈલી અને સમય સાથે વધતી શારીરિક નિષ્ક્રિયતાના કારણે રક્ત સંચાર પ્રભાવિત થાય છે. આરોગ્ય નિષ્ણાત અનુસાર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થવાથી કોશિકાઓના ખરાબ થવાની શક્યતા થઈ શકે છે. તેથી શરીરમાં રક્ત સંચારને વધારવા માટે અમુક ઉપાયોને કરવાની જરૂર હોય છે. નિષ્ણાંતો અનુસાર નિયમિત યોગાભ્યાસથી બ્લડ સર્ક્યુલેશન શ્રેષ્ઠ થાય છે. યોગાભ્યાસ બ્લડ સર્ક્યુલેશનને વધારવા સાથે જ ઘણી બીમારીઓના જોખમને પણ ઘટાડે છે. અમુક ખાસ યોગાસનનો નિયમિત અભ્યાસ શરીરની માંસપેશીઓને સક્રિય રાખવાની સાથે જ રક્ત પ્રવાહને વધારે છે.
તાડાસનનો અભ્યાસ
શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને વધારવા માટે તાડાસનનો અભ્યાસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તાડાસન કરવાથી એનર્જી વધે છે અને શરીરની મુદ્રામાં સુધારો થાય છે. તેથી દરરોજ 5-10 મિનિટ સુધી દરરોજ આરોગ્ય લાભ માટે તાડાસનનો અભ્યાસ કરવો જોઈએ.
કેટ-કાઉ પોઝ
કેટ કાઉ પોઝનો અભ્યાસ પીઠ અને સ્પાઈનલ કોલમમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. નિષ્ણાંતો અનુસાર કેટ કાઉ પોઝના નિયમિત અભ્યાસથી શરીરની સ્થિતિ અને સંતુલનમાં સુધારો થાય છે. આ સાથે જ કરોડરજ્જુ અને ગરદન મજબૂત થાય છે અને તણાવ દૂર થાય છે. શાંત મન અને બ્લડ સર્ક્યુલેશનના શ્રેષ્ઠ પ્રવાહ માટે કેટ કાઉ પોઝનો અભ્યાસ લાભદાયી છે.
અધોમુખ શવાસન
શરીરના બ્લડ સર્ક્યુલેશનને જાળવી રાખવા અને મગજ તેમજ ઉપલા ધડમાં રક્ત પ્રવાહને વધારવા માટે અધોમુખ શવાસન યોગ લાભદાયી હોય છે. યોગના નિયમિત અભ્યાસથી માથામાં રક્ત સંચાર વધે છે, જેનાથી મગજની ક્ષમતા વધે છે અને મગજ શાંત રહે છે. શરીરની ઘણી માંસપેશીઓ સક્રિય બને છે. અધોમુખ શવાસનનો અભ્યાસ હાડકાઓને મજબૂત બનાવવા માટે પણ ખૂબ લાભદાયી માનવામાં આવે છે.