ડાયાબિટીસ થતા પહેલા શરીરમાં જોવા મળે છે આ લક્ષણ, ડૉક્ટર પાસેથી જાણો બચવાના ઉપાયો

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ડાયાબિટીસ થતા પહેલા શરીરમાં જોવા મળે છે આ લક્ષણ, ડૉક્ટર પાસેથી જાણો બચવાના ઉપાયો 1 - image


                                                            Image Source: Freepik

અમદાવાદ, તા. 01 નવેમ્બર 2023 બુધવાર

ડાયાબિટીસ થવા પાછળ ઘણા બધા કારણ હોય છે પરંતુ આજના સમયમાં ડાયાબિટીસ થવાનું મોટુ કારણ ફિઝિકલ એક્ટિવિટી ઘટવી છે. આ સિવાય ઘરનું ભોજન ઓછુ જમવુ, જંક ફૂડનું વધુ સેવન કરવુ છે. ડાયાબિટીસની બીમારી થવાથી રોકવી હોય તો સૌથી પહેલા પોતાની લાઈફસ્ટાઈલને બદલવી પડશે, સારી ડાયટ લેવી પડશે, એક્સરસાઈઝ, યોગને લાઈફના જરૂરી ભાગ બનાવવો પડશે. 

જો તમારુ વજન ખૂબ વધુ છે અને તમારા પરિવારમાં પણ કોઈ સભ્યને ડાયાબિટીસ છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે કેમ કે વધુ વજન અને ખોટી ખાણી-પીણીની આદતો તમને આ બીમારી તરફ લઈ જાય છે. તેથી પ્રયત્ન કરો કે પોતાના વજનને ઘટાડો અને સાથે જ સારી ડાયટ લો, પાણી વધુ પીવો અને સવારે અને સાંજે ચાલવા માટે જરૂર જાવ.

પ્રી-ડાયાબિટીસના લક્ષણ

પ્રી-ડાયાબિટીસના લક્ષણ ખૂબ જ સામાન્ય હોય છે જે કોઈ પણ દર્દીને ખૂબ મોડેથી ખબર પડે છે પરંતુ જ્યારે જાણ થાય છે ત્યાં સુધી મોડુ થઈ ગયુ હોય છે અને તેમનામાં ટાઈપ 2 ડાયાબિટીસ વિકસિત થઈ જાય છે. પ્રી-ડાયાબિટીસના લક્ષણોમાં ભૂખ ઓછી કે વધુ લાગવી, થાક અને વધુ તરસ લાગે છે. પુરુષ હોય કે મહિલા ડાયાબિટીસથી તેમના હોર્મોનના લેવલ પર અસર પડે છે.

ડાયાબિટીસના દર્દીઓએ કયા ફળ ખાવા જોઈએ

ડાયાબિટીસના દર્દીઓએ તમામ ફળ ખાઈ શકે છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ ફાઈબરયુક્ત ફળોનું સેવન વધુ કરવુ જોઈએ. જેમ કે સંતરા, કીવી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક હોય છે.

આ ચીજોનું સેવન ટાળવુ

ડાયાબિટીસના દર્દીઓએ તળેલુ, વધુ પ્રમાણમાં ચોખા અને બટાકા ન ખાવા જોઈએ, સાથે જ ખૂબ વધુ મીઠા ફળોનું પણ સેવન કરવુ જોઈએ નહીં જેમ કે કેરી, અનાનસ, ચીકુ ન ખાવા જોઈએ.


Google NewsGoogle News