સાવધાન! ભોજનમાં વધુ પડતા લસણ, ડુંગળી અને મરચાના ઉપયોગથી થઈ શકે છે આ સમસ્યા
Image Source: Freepik
અમદાવાદ, તા. 12 ડિસેમ્બર 2023 મંગળવાર
રસોડામાં હાજર મસાલા પોષણનો ખજાનો છે પરંતુ અમુક એવા મસાલા પણ હોય છે, જે આપણા શરીર માટે સમસ્યાનું કારણ બની શકે છે. તેથી ભોજનમાં તેમનો સમજી-વિચારીને ઉપયોગ કરવો જોઈએ. રસોડામાં હાજર અમુક મસાલા લાભકારી હોય છે. લસણ, ડુંગળી કે મરચા ખાવાથી જો બ્લોટિંગની સમસ્યા થઈ રહી છે તો તેને હળવાશમાં લઈને અવગણવુ જોઈએ નહીં, કેમ કે બ્લોટિંગ શરીરની પાચન સમસ્યાઓનો એક સંકેત માનવામાં આવે છે. વારંવાર બ્લોટિંગ થવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. જેમાં ધીમી પાચન પ્રક્રિયા, ખોટી ખાણીપીણી, શારીરિક સ્થિરતા, તેને દૂર કરવા માટે રસોડામાં હાજર અમુક મસાલા કામ આવી શકે છે.
લસણ-ડુંગળી, મરચા બની શકે છે સમસ્યા
મસાલા તરીકે ઉપયોગમાં લેવાતી ડુંગળી, લસણ અને લાલ મરચુ બ્લોટિંગનું કારણ બની શકે છે. કાચા લસણમાં તીખી સ્મેલ અને ટેસ્ટ હોય છે. લસણમાં ફ્રૂક્ટેન, દ્રાવ્ય ફાઈબર પણ હોય છે, જેને પચાવવુ ખૂબ મુશ્કેલ હોય છે. સાથે જ લાલ મરચુ દુખાવો, બળતરા, ઉબકા અને સોજાની પણ સમસ્યા પેદા કરી શકે છે.
જીરૂં
જીરૂંમાં ઘણા મેડિસિનલ ગુણ હોય છે. દરમિયાન તેનો તબીબી ઉપયોગ પણ કરી શકાય છે. જીરૂંમાં એન્ટી ડાયબિટિક, એન્ટી ઈન્ફ્લેમેટરી અને કાર્ડિયો પ્રોટેક્ટિવ ઈફેક્ટ પણ હાજર હોય છે. જીરૂં આપણા આંતરડાના આરોગ્યને પણ યોગ્ય રાખે છે. જીરૂં બાઈલ પ્રોડક્શનને બૂસ્ટ કરે છે, જે આપણી પાચન સિસ્ટમ માટે એક સંતુલિત પાચન માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
વરીયાળી
વરીયાળી એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીમાઈક્રોબોયલ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ફંગલ કમ્પાઉન્ડ્સ રહે છે. આ તમામ કમ્પાઉન્ડ પેટ માટે સારા રહે છે અને બ્લોટિંગને ઘટાડે છે. વરીયાળીમાં એન્ટીસ્પાસ્મોડિક અને એનેથોલ એજન્ટ પણ હાજર રહે છે. વરીયાળી આંતરડામાં હાજર હાનિકારક માઈક્રોઓર્ગેનાઈઝ્મને ઘટાડે છે.
કાળા મરી
કાળા મરી આપણા રસોડામાં હોય છે. કાળા મરીમાં પિપરિન નામનું એક પાવરફુલ કમ્પાઉન્ડ હોય છે. જે આપણી પાચન પ્રક્રિયાને વધારવાની સાથે જ શરીરમાં પોષક તત્વોના અવશોષણને પણ વધારે છે. કાળા મરીમાં મળતા કમ્પાઉન્ડ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેકમાં બ્લડ ફ્લો વધારવાનું કામ કરે છે.
તજ
તજ એક પ્રકારનો ગરમ મસાલો હોય છે, જેનો ઘણી રીતે ઉપયોગ કરવામાં આવે છે. તજમાં હાજર ગુણ તેને ખૂબ ખાસ બનાવે છે. તજનો ઉપયોગ ઉલટી, અપચો, શરદી, ખાંસી, ભૂખની ઉણપ, થાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તજ શરીરમાં બ્લડ ફ્લોને વધારે છે.
ધાણાના બીજ
ધાણા દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે, ધાણા આપણા ભોજનના ટેસ્ટને વધારી દે છે. આ સિવાય પાચન સંબંધી ગુણ પણ ધાણામાં હોય છે. ખાદ્ય પદાર્થોમાં ધાણા નાખવાથી તેમને પચાવવુ વધુ સરળ થઈ જાય છે.