મહિલાઓને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં આ પ્રકારે અસરદાર છે આર્ટ થેરાપી
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
તણાવ એક એવી સમસ્યા છે જેને સમયસર કંટ્રોલ ન કરવામાં આવે તો આ તમારી માનસિક હેલ્થ પર ખરાબ અસર નાખી શકે છે અને માનસિક આરોગ્ય બગડવાથી ફિઝિકલ હેલ્થ પણ ડગમગવા લાગે છે. સ્ટ્રેસ ઘટાડવા માટે મેડિટેશનને સૌથી પ્રભાવશાળી રીત ગણાવાઈ છે પરંતુ બીજી પણ ઘણી રીત છે. જે આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જેમાંથી એક છે આર્ટ થેરાપી જેની મદદથી તણાવને ઘણી હદ સુધી ઓછા સમયમાં દૂર કરી શકાય છે.
શું છે આર્ટ થેરાપી
આર્ટ થેરાપીમાં પેઈન્ટિંગ, સ્કેચિંગ, કોલાજ મેકિંગ, મૂર્તિ કળા આ તમામ વસ્તુઓ આવે છે. જેના દ્વારા વ્યક્તિ પોતાની ભાવનાઓને ખુલીને, કંઈ પણ કહ્યા વિના અભિવ્યક્ત કરી શકે છે. તણાવ, ડિપ્રેશન, શોષણનો શિકાર લોકોની સારવારમાં આ થેરાપી ખૂબ સફળ સાબિત થઈ રહી છે.
કેવી રીતે આર્ટ થેરાપી મેન્ટલ હેલ્થ માટે લાભદાયી છે
1. ઈમોશન્સ વ્યક્ત કરવાની રીત
આર્ટ થેરાપી દ્વારા મહિલાઓ પોતાની અંદર ચાલી રહેલા ઈમોશન્સને સારી રીતે વ્યક્ત કરી શકે છે. ઘણી વખત અમુક વસ્તુઓને બોલીને જણાવી શકાતી નથી. એવામાં કળા દ્વારા તમે બીજા સુધી પોતાની વાત પહોંચાડી શકો છો. થોડા સમયની આર્ટ થેરાપીથી હૃદય અને મગજ ઘણી હદ સુધી રિલેક્સ થઈ જાય છે.
2. તણાવ ઘટાડે છે
જરૂરી નથી કે આર્ટ થેરાપીમાં તમારે કાગળ પર કોઈ સારી તસવીર જ બનાવવાની છે, જે દિલમાં આવે તે કાગળ પર ઉતારવાનો પ્રયત્ન કરો. તેનાથી તણાવનું સ્તર ધીમે-ધીમે ઘટવા લાગશે. તણાવના કારણે ધ્યાન ભટકવુ સૌથી બેઝિક બાબત છે જેને ઘટાડવાનું કામ આર્ટ થેરાપી જ કરે છે.
3. સેફ મીડિયમ
ઘણી વખત આપણે પોતાની અંદર ચાલી રહેલા તણાવને બીજા સાથે એટલા માટે શેર નથી કરતા કેમ કે કોઈ વ્યક્તિ આ વિશે શું વિચારશે, કેવી રીતે જજ કરશે તો આર્ટ થેરાપી આમાં પણ લાભદાયી છે. તણાવ દૂર કરવાની સાથે ઈમોશન્સ વ્યક્ત કરવાનો આ એક સેફ રસ્તો છે. આર્ટ થેરાપી દ્વારા મેન્ટલ હેલ્થ સુધરે છે. આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે.