Get The App

શરીરમાં ઓક્સિજન લેવલ વધારવાની આ છે સરળ અને મજેદાર રીત, બીમારીઓ રહેશે દૂર

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
શરીરમાં ઓક્સિજન લેવલ વધારવાની આ છે સરળ અને મજેદાર રીત, બીમારીઓ રહેશે દૂર 1 - image


                                                           Image Source: Freepik

અમદાવાદ, તા. 27 ઓક્ટોબર 2023 શુક્રવાર

શરીરને સ્વસ્થ રાખવુ હોય તો ખુલીને હસવાનું શીખી લો. વધતા તણાવ અને ખરાબ લાઈફસ્ટાઈલમાં તમારી આ આદત હેલ્થને સુધારી શકે છે. ઝેરીલી હવામાં શ્વાસ લેવાથી અને વાયુ પ્રદૂષણની અસરથી બચવામાં પણ હાસ્ય તમારી મદદ કરી શકે છે. પ્રદૂષણની અસર આપણા ફેફસા પર પડે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. શરીરમાં ઓક્સિજનની ઉણપને પૂરી કરવા માટે હાસ્ય નેચરલ થેરાપીની જેમ કામ કરે છે. ખુલીને હસવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે. જે લોકો ખુલ્લા મને હસે છે તેમના આરોગ્યમાં સુધારો થાય છે.

હસવાથી ઓક્સિજન વધે છે

ઘણા રિસર્ચમાં એ જાણવા મળ્યુ છે કે જે લોકો ખુલ્લામને હસે છે તેમના શરીરમાં ઓક્સિજનનું લેવલ સારુ રહે છે. હસતી વખતે આપણુ શરીર ઊંડા શ્વાસ લે છે અને છોડે છે. હાસ્ટ એક એક્સરસાઈઝ છે જેનાથી બોડીમાં ઓક્સિજનનો ફ્લો યોગ્ય રહે છે. ખુલ્લા મને હસવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ પણ વધે છે. તમે આખોદિવસ એનર્જીથી ભરપૂર રહો છે. 

હસવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે

ખુલ્લા મને હસવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારૂ રહે છે. રિસર્ચમાં સામે આવી ચૂક્યુ છે કે જે લોકો ખૂબ હસે છે તેમનુ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. ડોક્ટર્સ પણ લોકોને હસવાની સલાહ આપે છે. પાર્કમાં લોકોને ખુલ્લામને હસતા તમે જોયા હશે. જે લાફિંગ એક્સરસાઈઝ કરે છે. 

હાસ્યથી ઈમ્યૂનિટી વધે છે

આજકાલ લોકો ઈમ્યૂનિટી વધારવા માટે ઘણુ બધુ કરે છે. આ માટે તમે ખુલીને હસવાનું પણ શરૂ કરી દો. ખુલીને હસવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ બને છે જેનાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે. હસવાથી શરીરમાં પેદા થનાર એન્ટી-વાયરલ અને ઘણા અન્ય ઈન્ફેક્શન થવાનું જોખમ પણ ઓછુ થાય છે.

હાસ્યથી તણાવ દૂર થશે

જે લોકો પરેશાન રહે છે તેમને ડોક્ટર્સ લાફિંગ થેરાપીની સલાહ આપે છે. હાસ્યથી માનસિક અને શારીરિક સમસ્યાઓને દૂર ભગાડવામાં મદદ મળે છે. તણાવથી દૂર રહેવુ હોય તો ખુલીને હસવુ અને ખુશ રહેવાનું શીખી લો. તેનાથી ડિપ્રેશન, એન્ગ્ઝાઈટી અને સ્ટ્રેસ ઘટે છે. જે આજકાલ દરેક સમસ્યાની જડ બનતો જઈ રહ્યો છે. 

કમરના દુખાવામાં રાહત મળે છે

હાસ્યના ફાયદા માત્ર આટલે સુધી સીમિત નથી તેનાથી દુખાવામાં પણ આરામ મળે છે. ખુલીને હસવાથી સ્પોંડલાઈટિસ, કમરના દુખાવામાં રાહત મળે છે. કમરના દુખાવાથી રાહત મેળવવી હોય તો તમારે દરરોજ 10 મિનિટ ખુલ્લામને હસવુ જોઈએ. તેનાથી ઈન્ડોર્ફિન હોર્મોન બને છે જે તમારા આખા શરીરને હેપ્પી રાખે છે.


Google NewsGoogle News