ઉનાળામાં આ લોટની રોટલી શરીરને રાખે છે ઠંડુ, વજન ઘટાડવામાં પણ કરે છે મદદ
Image: Freepik
Sorghum Flour: ઉનાળો આવતાં જ લોકો ડાયટમાં ખૂબ પરિવર્તન કરે છે. વધુ પાણી વાળી વસ્તુઓનું સેવન કરે છે. હળવી ડાયટ અને લીલી શાકભાજીનો ઉપયોગ કરે છે. જોકે અનાજમાં ખૂબ ઓછા લોકો જ પરિવર્તન કરે છે. ઉનાળામાં તમારે રોટલી પણ બદલી દેવી જોઈએ. ઘઉંના બદલે આ સિઝનમાં તમે જુવારની રોટલી ખાવ.
ઉનાળામાં જુવારની રોટલી શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. જુવારની તાસીર ઠંડી હોય છે જે ઉનાળામાં પેટને ઠંડુ રાખે છે. જુવારની રોટલી ખાવાથી સ્થૂળતા પણ ઝડપથી ઘટે છે.
ઉનાળામાં કયા અનાજની રોટલી ખાવી જોઈએ
- જુવાર એક એવુ અનાજ છે જેને ન્યૂટ્રિશન્સનું પાવર હાઉસ કહેવામાં આવે છે. જુવારમાં ભરપૂર આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ હોય છે. જુવાર શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જુવારની રોટલી ખાવાથી શરીરમાં એનર્જી રહે છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
- જે લોકોને ગ્લૂટેનથી એલર્જી થાય છે તેમણે ડાયટમાં જુવારની રોટલી સામેલ કરવી જોઈએ. જુવાર ગ્લૂટેન-ફ્રી ફૂડ છે, જેને સીલિએક રોગના લોકો માટે સારુ માનવામાં આવે છે. ઉનાળામાં જુવારની રોટલી ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વ સરળતાથી મળી જાય છે.
- જે લોકો જુવારની રોટલી ખાય છે તેમને પાચન સંબંધી સમસ્યાઓ ઓછી થાય છે. જુવાર ફાઈબરથી ભરપૂર ભોજન છે જેને પચાવવુ સરળ છે. પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે જુવારની રોટલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. જુવાર સ્થૂળતાને ઘટાડે છે.
- લગભગ 1 કપ જુવારમાં 22 ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીન શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી મેક્રોન્યૂટ્રિએન્ટ છે. તેનાથી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ મળે છે. જુવાર ખાવાથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે. તેનાથી પેટ ભરેલુ રહે છે અને તમે ઓવર ઈટિંગથી બચી જાવ છો.