હાર્ટ એટેકથી બચવામાં મદદ કરશે બે મહત્વના ટેસ્ટ, સમયસર કરાવી લેવા હિતાવહ
Image Source: Freepik
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી 2024 બુધવાર
Heart Attack : હાર્ટ એટેકનું જોખમ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યુ છે. સામાન્યથી લઈને ખાસ લોકો હાર્ટ એટેકના રિસ્કમાં ઘેરાયેલા છે. દરમિયાન જરૂરી છે કે અમુક પરિવર્તન કરવામાં આવે. લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીમાં પરિવર્તન સિવાય એ જાણવુ પણ જરૂરી છે કે તમારુ હાર્ટ કેટલુ યોગ્ય છે અને કઈ રીતે કામ કરી રહ્યુ છે. એક્સપર્ટનું માનવુ છે કે જો યોગ્ય સમય પર આ બે પ્રકારના ટેસ્ટ કરાવી લેવામાં આવે તો તેનાથી હાર્ટની હેલ્થનું અનુમાન લગાવી શકાય છે. જેનાથી યોગ્ય બચાવ અને ઉપાય દ્વારા હાર્ટ એટેકના જોખમથી કંઈક હદ સુધી બચી શકાય છે. આ બે ટેસ્ટને કોઈ પણ ઉંમરમાં કરાવી શકાય છે. જેનાથી હૃદયની બીમારીઓના રિસ્કથી બચી શકાય.
સી ટી એન્જિયોગ્રાફી ટેસ્ટ
કાર્ડિયોલોજિસ્ટ હાર્ટની હેલ્થને પારખવા માટે સી ટી એન્જિયોગ્રાફી ટેસ્ટને કરાવવાની સલાહ આપે છે. ઈન્સ્ટાગ્રામ પર હાર્ટના એક્સપર્ટ ટેસ્ટને કોઈ પણ ઉંમરે કરાવવાની સલાહ આપે છે. જેમાંથી એક સી ટી એન્જિયોગ્રાફી ટેસ્ટ છે. આ ટેસ્ટની મદદથી બ્લડ વેસલ્સમાં થયેલી કોઈ પણ પ્રકારની મુશ્કેલીની જાણકારી મેળવી શકાય છે. આ ટેસ્ટની મદદથી હાર્ટ કેટલુ બ્લોકેજ થઈ ગયુ છે. તેની જાણકારી મેળવી શકાય છે.
સી ટી એન્જિયોગ્રામ્સની મદદથી બ્લડ વેસલ્સમાં સોજો કે બલૂન જેવી ફૂલવાની સમસ્યાની જાણકારી મેળવી શકાય છે.
બ્લડ વેસલ્સ ક્યાંકથી કમજોર કે ફાટી તો ગઈ નથી. તેની જાણકારી સી ટી એન્જિયોગ્રામ્સથી મેળવી શકાય છે.
લોહીની નસોમાં કોઈ પણ પ્રકારનો પ્લાક કે બ્લોકેજ થઈ રહ્યો નથી.
આ ટેસ્ટની મદદથી શરીરમાં થઈ રહેલા બ્લડ ફ્લોની પણ જાણકારી મેળવી શકાય છે. ખાસ કરીને પગમાં થઈ રહેલી સર્ક્યુલેશનની સમસ્યાની જાણકારી મેળવી શકાય છે.
સ્ટ્રોક કે સેલેબ્રલ બ્લીડિંગની જાણકારી સી ટી એન્જિયોગ્રાફી ટેસ્ટથી થઈ શકે છે.
સીરમ લિપિડ પ્રોફાઈલ બ્લડ ટેસ્ટ
આ ટેસ્ટની મદદથી એ જાણકારી મેળવી શકાય છે કે લોહીમાં કેટલા પ્રમાણમાં ફેટ છે. આ ટેસ્ટને કોલેસ્ટ્રોલ ટેસ્ટ પણ કહેવાય છે. જેની મદદથી લોહીમાં ટોટલ કોલેસ્ટ્રોલની જાણકારી મેળવી શકાય છે. સાથે જ લો ડેન્સિટી લિપોપ્રોટીન કેટલુ છે, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કેટલુ છે, ટ્રાઈ ગ્લિસરોઈડ કેટલુ છે. આ તમામ રીતે ફેટની જાણકારી મેળવી શકાય છે. જેનાથી ભવિષ્યમાં થનારા હાર્ટ એટેકને લઈને એલર્ટ રહી શકાય છે અને યોગ્ય સારવાર, ખાણીપીણીની મદદથી હૃદયની બીમારીઓના રિસ્કને ટાળી શકાય છે.