બ્લડ શુગર વધવાના આ ત્રણ મુખ્ય લક્ષણો, ડાયાબિટીસને આવી રીતે ઓળખો

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
બ્લડ શુગર વધવાના આ ત્રણ મુખ્ય લક્ષણો, ડાયાબિટીસને આવી રીતે ઓળખો 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 18 નવેમ્બર 2023 શનિવાર

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી જાય છે. આ એક ગંભીર બીમારી છે જે ઘણી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ડાયાબિટીસના ઘણા લક્ષણ હોય છે, જેમાંથી અમુક મોઢામાં પણ જોવા મળી શકે છે. 

બ્લડ શુગર જ્યારે પણ શરીરમાં વધે છે તો તેના સંકેત શરીરમાં દેખાવા લાગે છે. બ્લડ શુગરના સંકેત આમ તો શરીર ઘણી રીતે આપે છે. ઈન્સ્યુલિન ઓછુ નીકળવુ એક મેટાબોલિક ડિસઓર્ડર છે. બ્લડમાં જ્યારે શુગરનું પ્રમાણ વધવા લાગે છે અને ઈન્સ્યુલિન ઈનએક્ટિવ થઈ જાય છે ત્યારે ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસ ટાઈપ વન અનુવાંશિક કે જન્મજાત હોય છે, જ્યારે ટાઈપ ટુ નું કારણ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની આદત હોય છે.

ડાયાબિટીસ કે બ્લડ શુગર વધવા પર મોઢામાં કયા 3 લક્ષણ જોવા મળે છે

1. મોઢુ જો અચાનક સૂકાવા લાગે કે લાળ ઓછી બની રહી હોય.

2. મોઢામાંથી ફળની સુગંધ કે દુર્ગંધ આવવા લાગે.

3. દાંતમાં કેવિટી અને લોહીની સમસ્યા નજર આવે.

ડાયાબિટીસના અન્ય લક્ષણ પણ ઓળખો

- રાત્રે ત્રણથી ચાર વખત યુરિન આવવુ

- ખૂબ વધુ તરસ લાગવી

- થાક અને કમજોરી અનુભવવી

- વજન ઘટવો

- દ્રષ્ટિ કમજોર થવી કે ધૂંધળુ દેખાવુ

- પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ અને ઈજાના ઘા રૂઝાવામાં ખૂબ સમય લાગવો

નોર્મલ બ્લડ શુગરનું લેવલ કેટલુ હોય છે

જમ્યા પહેલા સ્વસ્થ વ્યક્તિનું ટાર્ગેટ બ્લડ શુગર લેવલ 100 mg/dl થી ઓછુ હોવુ જોઈએ. ડાયાબિટીક બ્લડ શુગર લેવલ 80-130 mg/dl સુધી હોવુ જોઈએ. જ્યારે જમ્યા બાદ સ્વસ્થ વ્યક્તિનું બ્લડ શુગર લેવલ 140 mg/dl થી ઓછુ તો ડાયાબિટીકનું 180 mg/dl થી ઓછુ હોવુ જોઈએ.

ડાયાબિટીસ થવાના કારણ

- અયોગ્ય ખાણીપીણી

- ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવી

- પરિવારમાં પહેલેથી કોઈકને ડાયાબિટીસ હોવાથી

- હોર્મોન્સનું અસંતુલન

- વધતી ઉંમર

- કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવુ



Google NewsGoogle News