Amla Side Effects: આ લોકોએ ભૂલથી પણ આંબળાનું સેવન ન કરવુ, આરોગ્ય માટે છે નુકસાનકારક
Image Source: Freepik
અમદાવાદ, તા. 26 ડિસેમ્બર 2023 મંગળવાર
આંબળા વાળ અને શરીર માટે ખૂબ લાભદાયી હોય છે. તેને તમારે પોતાની ડાયટમાં સામેલ કરવા જોઈએ. જેમાં વિટામિન સી પણ ભરપૂર હોય છે પરંતુ શું તમને એ ખબર છે. આંબળાનું સેવન અમુક લોકોએ કરવુ જોઈએ નહીં. તેનું સેવન કરવાથી શરીરને નુકસાન થાય છે.
હૃદયના દર્દીઓ
આંબળા ખાવાથી વાળની લંબાઈની સાથે-સાથે શરીર ખૂબ આરોગ્યપ્રદ રહે છે પરંતુ આંબળાનું સેવન હૃદયના દર્દીઓએ કરવુ જોઈએ નહીં. આંબળા તેમના માટે હાનિકારક હોઈ શકે છે.
એસિડિટી
જો તમને કંઈ પણ ખાવાથી એસિડિટીની સમસ્યા થાય છે તો ભૂલથી પણ આંબળાનું સેવન કરવુ જોઈએ નહીં. આંબળાનો મુરબ્બો આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.
પાણીની ઉણપ
પાણીની ઉણપ ધરાવતા લોકોને પણ આંબળાનું સેવન જોખમી થઈ શકે છે. તેનાથી શરીરમાં ડ્રાયનેસનું કારણ બની શકે છે.
કબજિયાત
કબજિયાતના દર્દીઓએ પણ તેનાથી દૂર રહેવુ જોઈએ. તેનું સેવન હદથી વધુ કરવાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે.
યુરિન ઈન્ફેક્શન
જો તમને યુરિન ઈન્ફેકશનની સમસ્યા હોય તો પણ તમારે આંબળાનું સેવન કરવુ જોઈએ નહીં.