કિડનીની પથરી સાથે જોડાયેલી આ માન્યતાઓ જેને આપણે સમજી લઈએ છીએ સત્ય, જાણો હકીકત

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
કિડનીની પથરી સાથે જોડાયેલી આ માન્યતાઓ જેને આપણે સમજી લઈએ છીએ સત્ય, જાણો હકીકત 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2024 બુધવાર

ભારતમાં સૌથી વધુ કિડની સ્ટોનના કેસ નોર્થ ઈન્ડિયામાં મળે છે. અમુક ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટે અનુમાન લગાવ્યુ છે કે ઉત્તર ભારતના લોકોને કિડની સ્ટોન થવાનું જોખમ 10થી 15 ટકા વધુ હોય છે. કિડની સ્ટોનને લઈને ઈન્ટરનેટ પર ઘણા પ્રકારની જાણકારી છે પરંતુ પ્રશ્ન એ ઉઠે છે કે દરેક જાણકારી પર આંખ બંધ કરીને વિશ્વાસ તો કરી શકતા નથી. ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધી જાણકારી પર તો બિલકુલ પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય નહીં. 

કિડની સ્ટોન સંબંધિત આ માન્યતાને ઘણીવખત લોકો સાચી માની લે છે

પથરીના દર્દીએ ટામેટા ખાવા જોઈએ નહીં

જ્યારે પણ કોઈ વ્યક્તિના બ્લડમાં પોટેશિયમનું લેવલ વધવા લાગે છે તો તેમને ટામેટા ખાવાનું ના પાડવામાં આવે છે. બીજી બીમારીમાં પણ ટામેટા ખાવા માટે ના પાડવામાં આવે છે. 

કિડનીના દર્દીઓએ દૂધ પીવુ જોઈએ નહીં

દૂધમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી કિડનીના દર્દીએ દૂધ પીવુ જોઈએ નહીં. તેનાથી બીમારી વધી શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કિડનીના દર્દીએ દૂધ પીવુ જોઈએ. આ સ્ટોનને વધવાથી રોકે છે. જોકે કિડનીના દર્દીને એક મર્યાદિત પ્રમાણમાં દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. 

કિડની સ્ટોનના કારણે પીઠમાં દુખાવો થાય છે

અમુક લોકોને કિડનીમાં સ્ટોન હોવા છતાં દુખાવો થતો નથી. અમુક લોકોને જ્યારે ટોયલેટ કરવામાં મુશ્કેલી થાય છે તો પીઠ પર પ્રેશર થાય છે. ત્યારે પીઠમાં ગંભીર દુખાવાની ફરિયાદ થાય છે. આ બધા સિવાય ઉલટી, પેશાબમાં લોહી, યુરિન પાસ કરવામાં બળતરાની તકલીફ થાય છે. કિડની સ્ટોનમાં પોતાની રીતે કોઈ પણ પ્રકારના ઘરેલુ ઉપચાર પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો.


Google NewsGoogle News