સ્ટ્રોક આવવાના 7 દિવસ પહેલા શરીરમાં જોવા મળે છે આવા લક્ષણો, તાત્કાલિક ડોક્ટર પાસે કરાવો ચેકઅપ

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
સ્ટ્રોક આવવાના 7 દિવસ પહેલા શરીરમાં જોવા મળે છે આવા લક્ષણો, તાત્કાલિક ડોક્ટર પાસે કરાવો ચેકઅપ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી 2024 બુધવાર

બ્રેઈન એટેકને જ સ્ટ્રોક કહેવામાં આવે છે. બ્રેઈનમાં યોગ્યરીતે બ્લડ સપ્લાય ન થવાના કારણે તેની રક્તવાહિનીઓ ફાટી જાય છે. જેનાથી ઓક્સિજન પણ યોગ્યરીતે પહોંચી શકતુ નથી અને બ્રેઈન કામ કરવાનું બંધ કરી દે છે. દરમિયાન સમયસર તાત્કાલિક સારવાર ન મળે તો જીવ પણ જઈ શકે છે. જોકે, સ્ટ્રોક ક્યારેય પણ અચાનકથી જતુ નથી. સ્ટ્રોક આવ્યા પહેલા તેના ઘણા સંકેત શરીરમાં નજર આવવા લાગે છે. એક અભ્યાસ અનુસાર સ્ટ્રોકના 43 ટકા દર્દીઓએ સ્ટ્રોક આવવાથી લગભગ એક અઠવાડિયા પહેલા સુધી તેના લક્ષણોનો અનુભવ કર્યો હતો. 

સ્ટ્રોક આવવા પહેલાના 7 સંકેત

1. હાથ-પગમાં કમજોરી

સ્ટ્રોક આવવાના લગભગ એક અઠવાડિયા પહેલા હાથ-પગમાં કમજોરી આવી શકે છે. આ બંને અંગોમાં સુન્નતાનો પણ અનુભવ થઈ શકે છે. આવા લક્ષણ નજર આવ્યા બાદ બેદરકારી દાખવવાના બદલે ડોક્ટરને મળીને સારવાર પર ધ્યાન આપવુ જોઈએ. 

2. યાદશક્તિ કમજોર થવી

સ્ટ્રોક આવ્યા પહેલા યાદશક્તિ પર પણ અસર થવા લાગે છે. દરમિયાન કોઈ વસ્તુને મૂકીને યાદ ન રાખવી કે કોઈ વાત પર ફોકસ ન રહેવા જેવી સમસ્યાઓ નજર આવે છે. દરમિયાન સાવધાન થઈ જવુ જોઈએ. 

3. ચક્કર આવવા

સ્ટ્રોક આવ્યાના 7 દિવસ પહેલા ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો અચાનકથી વારંવાર કોઈ કારણ વિના ચક્કર આવે તો એલર્ટ થઈ જવુ જોઈએ. તાત્કાલિક ડોક્ટરની પાસે જવુ જોઈએ. 

4. ઝાંખુ દેખાવુ

જ્યારે પણ સ્ટ્રોક આવે છે તો તેનાથી લગભગ એક અઠવાડિયા પહેલા જ દર્દીને અચાનકથી ઝાંખુ દેખાવા લાગે છે. તેથી આવા લક્ષણોને ક્યારેય પણ અવગણવા જોઈએ નહીં. આની પર ધ્યાન દેવુ જોઈએ. 

5. કન્ફ્યૂઝન થવુ

સ્ટ્રોક આવ્યાના અઠવાડિયા પહેલા કન્ફ્યૂઝન થઈ જવુ જેવા લક્ષણ નજર આવી શકે છે. દરમિયાન કોઈ વસ્તુને સમજવામાં મુશ્કેલી થાય છે. બોલવામાં મુશ્કેલી અનુભવાય છે. આવુ થવા તાત્કાલિક સારવાર કરાવો.

6. સ્પષ્ટ ન બોલી શકવુ

સ્ટ્રોક આવ્યાના લગભગ 7 દિવસ પહેલા સ્પષ્ટ ન બોલી શકવાની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ બોલી શકવામાં ખૂબ મુશ્કેલી થાય છે. આવા લક્ષણ નજર આવવા પર તાત્કાલિક ડોક્ટરને જઈને મળવુ જોઈએ.

7. શરીરનું સંતુલન ગુમાવવુ

સ્ટ્રોક આવ્યાના લગભગ એક અઠવાડિયા પહેલા શરીરનું સંતુલન બગડી શકે છે. શરીરનું બેલેન્સ જાળવી રાખવામાં મુશ્કેલી આવી શકે છે. ચાલવા-ફરવામાં પણ મુશ્કેલી થાય છે. દરમિયાન દર્દી અને પરિવારના સભ્યોએ સાવધાન થઈ જવુ જોઈએ અને ડોક્ટરને મળીને સારવાર કરાવવી જોઈએ. 


Google NewsGoogle News