કોલેસ્ટ્રોલનું સ્તર વધી જવાથી શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
કોલેસ્ટ્રોલનું સ્તર વધી જવાથી શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત 1 - image


                                                    Image Source: Freepik

અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર 2023 ગુરૂવાર

શરીરમાં કોલેસ્ટ્રોલ મર્યાદિત પ્રમાણમાં રહે તો કંઈ મુશ્કેલી પડતી નથી કેમ કે આને ગુડ કોલેસ્ટ્રોલ કે હાઈ ડેન્સિટી કોલેસ્ટ્રોલ હટાવતા રહે છે પરંતુ જ્યારે ગુડ કોલેસ્ટ્રોલ ઘટી જાય છે ત્યારે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. આપણા માટે મુશ્કેલ પરિસ્થિતિ ત્યારે પેદા થાય છે જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધીને લોહીના માધ્યમથી ધમનીઓમાં ઘૂસવા લાગે છે અને બાદમાં લોહીના પ્રવાહને રોકી દે છે.

જોકે આ ખૂબ ધીમે-ધીમે ધમનીઓમાં ચોંટે છે અને આને લોહીના પ્રવાહને રોકવામાં મહિનાઓ કે વર્ષો લાગી જાય છે તેથી આના લક્ષણ શરૂઆતમાં દેખાતા નથી પરંતુ અમુક સમય બાદ તેના સંકેત દેખાય છે જેનાથી હાર્ટની આસપાસ વાળી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ રહેવા લાગે છે. આ માટે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. 

1. જીભ 

જ્યારે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તો આના જીભમાં થોડા સંકેત દેખાય છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી જીભ પણ પ્રભાવિત થઈ શકે છે. આમાં જીભમાં નાના-નાના ચકામા નીકળે છે અને જે ધીમે-ધીમે મોટા થવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાથી એક પ્રકારે આ વાળની જેમ દેખાવા લાગે છે.  

2. હાથ-પગ 

જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે તો તેનાથી હાથ અને પગ સુન્ન થવા લાગે છે. જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને ઘટાડી દે છે જેના કારણે હાથ અને પગમાં લોહીનો સપ્લાય ઘટવા લાગે છે. તેનાથી નસોનો રંગ પણ બદલવા લાગે છે સોજો પણ થઈ શકે છે. આનાથી ખૂબ દુખાવો પણ થાય છે. હાથ અને પગ કમજોર પણ થવા લાગે છે.

3. સ્કિન  

કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં ઓક્સિજનનો સપ્લાય ઘટવા લાગે છે. તેથી સ્કિન પર ચકામા દેખાવા લાગે છે. આ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે.

4. આંખો 

કોલેસ્ટ્રોલ વધવાનો જોખમી સંકેત આંખોની નીચે પણ દેખાય છે. આંખોની નીચે સ્કિન ઉભરી આવે છે. આનાથી પફીનેસની જેમ દેખાય છે.જેમાં આઈલીડ ફેટ જમા થવા લાગે છે જે પીળુ દેખાય છે. અમુક લોકો ભૂલથી આને આંખોની ખરાબી કે સ્કિનની તકલીફ માની લે છે પરંતુ આ વધેલા કોલેસ્ટ્રોલનો સંકેત છે. આનાથી આંખોની રોશની પણ કમજોર થવા લાગે છે.

5. નખ 

બેડ કોલેસ્ટ્રોલના કારણે નખનો રંગ બદલાઈ જાય છે. વધુ કોલેસ્ટ્રોલના કારણે નખની વચ્ચેવાળો ભાગ વહેંચાવા લાગે છે કે ફાટવા લાગે છે. જેના કારણે નખમાં ડાર્ક લાઈન બનવા લાગે છે, નખ પાતળા અને ભૂરા રંગના થવા લાગે છે.

આ રીતે કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય

કોલેસ્ટ્રોલ ન વધે તે માટે હેલ્ધી ડાયટ અને કસરત જરૂરી છે. જો કોલેસ્ટ્રોલ વધી ગયુ છે તો પણ આને હેલ્ધી ડાયટ અને કસરતથી ઘટાડી શકાય છે. આ માટે પ્રોસેસ્ડ ફૂડ, પિત્ઝા બર્ગર, પેકેટબંધ વસ્તુ વગેરેનું સેવન એકદમ મર્યાદિત કરી દો. સીઝનલ લીલી શાકભાજી, અનાજ વગેરેનું સેવન વધારી દો. નિયમિત કસરતથી ગુડ કોલેસ્ટ્રોલને વધારી શકાય છે. તળેલી વસ્તુઓના સેવનને ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલને વધારી શકાય છે.  


Google NewsGoogle News