ડાયાબિટીસના દર્દીઓ માટે આ 4 ફૂડ છે વરદાનરૂપ, ઈન્સ્યુલિન બૂસ્ટરનું કરે છે કામ
Image Source: Freepik
અમદાવાદ, તા. 06 માર્ચ 2024 બુધવાર
ડાયાબિટીસ એક એવી બીમારી છે જે સમગ્ર જીવન દરમિયાન પરેશાન કરે છે. આ બીમારીમાં શરીર ઇન્સ્યુલિન પચાવવાનું બંધ કરી દે છે અને શુગર વધવા લાગે છે. આ શરીરમાં લોહીના માધ્યમથી વધે છે અને હાઈ બ્લડ શુગરનું કારણ બને છે. દરમિયાન જરૂરી છે કે તમે શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધારો અને તે માટે તે ફૂડ્સનું સેવન કરો જે ઈન્સ્યુલિન બૂસ્ટર છે.
ડાયાબિટીસમાં સૌથી વધુ શું ખાવુ જોઈએ
1. મેથી
ડાયાબિટીસમાં મેથીનું સેવન સૌથી વધુ કારગર માનવામાં આવે છે. મેથીમાં ફાઈબરનું પ્રમાણ સારુ હોય છે જે ઈન્સ્યુલિન વધારવામાં મદદરૂપ છે. આ સિવાય મેથીમાં અમુક એન્ટી ડાયાબિટીસ ગુણ હોય છે જે શુગર મેનેજ કરવામાં મદદરૂપ છે. એટલુ જ નહીં, તેના એન્ટીઓક્સિડેન્ટ્સ શુગર પચાવવાની ગતિને ઝડપી કરે છે જેનાથી તમે ડાયાબિટીસની સમસ્યાથી બચી શકો છો.
2. હળદર અને તજ
હળદર અને તજ બંને એવી વસ્તુઓ છે જે શુગર પચાવવાની ગતિને ઝડપી કરી શકે છે. હળદરનું કરક્યૂમિન અને તજનું સિનેમન શુગર પચાવવામાં મદદરૂપ છે. આ બંને ઈન્સ્યુલિન પચાવવામાં મદદરૂપ છે અને શુગરને સ્થિર કરે છે. ડાયાબિટીસમાં તમે આ બંનેને ચા, દૂધ અને ઉકાળાના રૂપમાં લઈ શકો છો.
3. બાજરી
બાજરીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે. આ ફાઈબરથી ભરપૂર છે અને શુગર પચાવવાની ગતિને ઝડપી કરે છે. બાજરી શુગરને સૂકવે છે. આ સિવાય બાજરીની ખાસ વાત એ છે કે આ ઈન્સ્યુલિન સેલ્સનો પણ ગ્રોથ વધારે છે અને શુગર પચાવવાની ગતિમાં વધારો કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ બાજરી ખાવી જોઈએ.
4. દલિયા
દલિયા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. દલિયા શુગર મેટાબોલિઝમને ઝડપી કરે છે અને ઈન્સ્યુલિન સેલ્સને વધારે છે. આ સિવાય આ ડાયાબિટીસમાં કબજિયાત અને અન્ય સમસ્યાઓને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. આ તમામ કારણોથી ડાયાબિટીસમાં દલિયાનું સેવન કરવુ જોઈએ.