ચોમાસામાં થતી તમામ બિમારીઓનું મૂળ છે આ 3 કારણ, જાણી લો નહીંતર થઈ જશો હેરાન
Image: Freepik
Monsoon Diseases: ચોમાસામાં મોટા અને બાળકો તમામની ઈમ્યૂનિટી કમજોર થઈ જાય છે. ખાણી-પીણીમાં થોડી બેદરકારી પણ તમને બિમાર પાડી શકે છે. વરસાદમાં ઘણા પ્રકારના ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને આ સિઝનમાં ખરાબ પાણી, મચ્છર અને હવાથી તમામ બિમારીઓ પેદા થાય છે એટલે કે એર બોર્ન, મોસ્કિટો બોર્ન, વોટર બોર્ન ડિસીઝ પેદા થાય છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી મચ્છરોથી ફેલાતી બિમારી વધે છે. દૂષિત પાણી અને ભોજનથી ડાયેરિયા, કમળો અને ટાઈફોઈડ થવાનું જોખમ રહે છે. શ્વાસ સંબંધિત બિમારી અસ્થમા, શરદી અને ખાંસી પણ પરેશાન કરે છે. તેથી આ બિમારીઓથી બચવું સૌથી જરૂરી છે.
ચોમાસામાં થતી તમામ બિમારીઓ પાછળ આ 3 કારણ જવાબદાર
મચ્છરથી ફેલાતી બિમારી
ચોમાસામાં મચ્છરોનો પ્રકોપ ઝડપથી વધવા લાગે છે. ગંદકી અને દરેક સ્થળે પાણી ભરાવાથી મચ્છર પેદા થવા લાગે છે. જે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવી બિમારીઓને ફેલાવે છે. મચ્છરો કરડવાથી ઝીકા વાયરસ, જાપાની ઈન્સેફેલાઈટિસ, કમળો અને વેસ્ટ નાઈલ વાયરસ જેવી જોખમી બિમારીઓ ફેલાય છે. તેથી વરસાદમાં મચ્છરોથી બચાવ કરો.
દૂષિત પાણીથી થતી બિમારી
ચોમાસામાં દૂષિત પાણી પીવુ અને ખરાબ ભોજનથી પણ ઘણી જોખમી બિમારીઓ થઈ શકે છે. જેમાં ડાયેરિયા સૌથી વધુ થતી બિમારી છે. વરસાદમાં એન્ટેરિક ફીવર, કોલેરા, વાયરલ હીપેટાઇટિસ અને ડાયેરિયા જેવી બિમારીઓ દૂષિત પાણીના કારણે થાય છે. આ બિમારીઓ ભારતમાં દર વર્ષે હજારો લોકોના મોતનું કારણ બને છે. આ માટે જરૂરી છે કે સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવો અને તાજુ ઘરનું બનાવેલું ભોજન જમો.
દૂષિત હવાથી થતી બિમારી
ચોમાસાના દિવસોમાં તાપમાન અચાનક વધતુ-ઘટતુ રહે છે. સિઝનમાં વધુ ભેજના કારણે રેસ્પિરેટરી સિસ્ટમ પણ પ્રભાવિત થાય છે. આ સિઝનમાં શ્વાસના દર્દીઓને મુશ્કેલી પડી શકે છે. અસ્થમાના દર્દી, એલર્જીથી પરેશાન લોકોની મુશ્કેલી વધી શકે છે. શરદી-ખાંસીની સમસ્યા વધુ થઈ શકે છે. ઈમ્યુનિટીને મજબૂત બનાવવા માટે ડાયટમાં વિટામિન સી થી ભરપૂર વસ્તુઓ અને તાજું ભોજન સામેલ કરો.