સપ્ટેમ્બર-નવેમ્બર મહિનામાં બાળકોમાં આ બીમારી ફેલાવાનું રહે છે જોખમ, આ 3 વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
સપ્ટેમ્બર-નવેમ્બર મહિનામાં બાળકોમાં આ બીમારી ફેલાવાનું રહે છે જોખમ, આ 3 વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2023 સોમવાર

ઈન્ફ્લુએન્ઝા જેને એક ફ્લૂના નામથી ઓળખવામાં આવે છે. આ એક સંક્રમક બીમારી છે. જે ખાસ કરીને બાળકોની શ્વાસનળીને પ્રભાવિત કરે છે. ઈન્ફ્લુએન્ઝાના લક્ષણ સામાન્યથી ગંભીર હોઈ શકે છે. આના લક્ષણ ક્યારેક એટલા ગંભીર હોઈ છે કે બાળકોને હોસ્પિટલમાં એડમિડ કરાવવા પડી શકે છે અને આમાં જીવ પણ જઈ શકે છે. બાળકોમાં ઈન્ફ્લુએન્ઝાના લક્ષણ અમુક આ પ્રકારે હોય છે જેમ કે - તાવ, ઠંડી લાગવી, ખાંસી, વહેતુ કે બંધ નાક, ગળામાં ખારાશ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક અને ક્યારેક ઉલટી અને પેટ ખરાબ સામેલ છે.

બીમારી અંગે જાગૃતતા

જ્યારે જાતભાતની સંક્રમક બીમારી ફેલાઈ રહી છે તેવી સ્થિતિમાં બાળકોમાં ઈન્ફ્લુએન્ઝાના સંકેતો અને લક્ષણો વિશે જાગૃત થવુ ખૂબ જરૂરી છે. જો તમને આના સામાન્ય લક્ષણ પણ જોવા મળી રહ્યા હોય તો સમય વેડફ્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. જોકે બાળકોને ઈન્ફ્લુએન્ઝાના ફ્લૂથી બચાવવા માટે રસી છે. આ વાયરસ બાળકોને નુકસાન ન પહોંચાડે તે માટે જરૂરી છે કે બાળકની સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે.

આ બીમારીના ઘણા કારણ હોઈ શકે છે

જોકે, ઈન્ફ્લુએન્ઝા ફેલાવા માટે ઘણી વખત તાપમાનમાં ઘટાડો કે ગરમીમાં ઉતાર-ચઢાવને જવાબદાર માનવામાં આવે છે પરંતુ લોકો આ વાતોને ક્યારેય પણ ગંભીરતાથી લેતા નથી. બાળકોમાં આ લક્ષણ ભલે મોસમ પરિવર્તનના કારણે આવ્યા હોય તેને ક્યારેય અવગણવા જોઈએ નહીં કેમ કે આ ફ્લૂનો સંકેત હોઈ શકે છે. ચોમાસા અને શિયાળા દરમિયાન તાપમાનમાં ઉતાર-ચઢાવ થવા પર ફ્લૂનો વાયરસ ઝડપથી ફેલાય છે તેથી સપ્ટેમ્બર અને નવેમ્બરની વચ્ચેના મહિનાઓ ભારતમાં ફ્લૂ સીઝન કહેવામાં આવે છે. આ મોસમમાં બાળકોને ફ્લૂથી બચાવવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવા જોઈએ. 

આ ફ્લૂ એવા જોખમી હોય છે કે 5 વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને ફ્લૂના કારણે હોસ્પિટલમાં એડમિડ કરાવવાની સંભાવના 7 ગણી વધી જાય છે. ગંભીરથી ગંભીર મામલામાં પણ બાળકોને સાજા થવામાં 8-10 દિવસ લાગી શકે છે.  

ઈન્ફ્લુએન્ઝા જેવા ગંભીર ફ્લૂથી બચવાના ઉપાય

સૌથી પહેલા બાળકોને ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન જરૂર લગાવો.

બાળકોની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો કેમકે ગંદકીના કારણે પણ ફ્લૂ એટેક થઈ શકે છે.

જો તમને તમારા બાળકોમાં ઈન્ફ્લુએન્ઝાના લક્ષણ જોવા મળી રહ્યા છે તો તેને સ્કુલ ના મોકલો કે બહાર રમવા માટે ન મોકલો નહીંતર તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.


Google NewsGoogle News