ત્રણ પ્રકારના હોય છે હાર્ટ એટેક, શરૂઆતમાં જ આ લક્ષણોને ઓળખી લો તો બચી જશે જીવ
Image Source: Freepik
અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2024 બુધવાર
આજકાલ હાર્ટ એટેક ક્યારેય પણ...કોઈને પણ આવી શકે છે. હાર્ટ એટેકમાં છાતીમાં અચાનકથી ખૂબ દુખાવો થાય છે. જો વ્યક્તિને યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ પણ બચી શકે છે નહીંતર જીવ પણ જઈ શકે છે.
એસટી-સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઈન્ફ્રક્શન (સ્ટેમી)
હાર્ટ એટેક તો ઘણા પ્રકારના હોય છે પરંતુ સ્ટેમી સૌથી ગંભીર અને જીવલેણ હોય છે. આ હાર્ટ એટેકમાં કોરોનરી આર્ટરી સંપૂર્ણરીતે બ્લોક થઈ જાય છે અને આર્ટરીમાં બ્લોકેજ અને લોહી જામવા લાગે છે. જેમાં બાદમાં એન્જિયોપ્લાસ્ટી કે ક્લોટ ડિજોલ્વિંગ દવાઓની જરૂર પડે છે. જે બાદ હાર્ટની અંદર બ્લડ ફરીથી જવા લાગે છે અને પછી હાર્ટ ફેલ થવાનું જોખમ ઘટાડી શકાય છે.
હાર્ટ એટેક પહેલા શરીરમાં જોવા મળે છે આ સંકેત
નોન-એસટી સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઈન્ફ્રક્શન (એનસ્ટેમી)
એનસ્ટેમી પણ એક પ્રકારનો ગંભીર હાર્ટ એટેક હોય છે. જેમાંથી એકથી વધુ કોરોનરીના આર્ટરીજના અડધા ભાગમાં બ્લોકેજ થઈ જાય છે. આ બ્લોકેજમાં લોહી યોગ્યરીતે પહોંચી શકતુ નથી. જેના કારણે હૃદયને ખૂબ વધુ નુકસાન થાય છે. એનસ્ટેમીની સારવાર માટે દવાઓ અને લાઈફસ્ટાઈલમાં ચેલેન્જ કરવાની જરૂર છે.
કોરોનરી આર્ટરી સ્પેઝ્મ
આ ત્રીજા પ્રકારના હાર્ટ એટેક દરમિયાન કોરોનરીના આર્ટરીજમાં અચાનકથી ખેંચાણ અને તાણ અનુભવાય છે. આ દરમિયાન બ્લડ યોગ્યરીતે હૃદયની અંદર પહોંચી શકતુ નથી. જેના કારણે હાર્ટ એટેક આવે છે. આ રીતે હાર્ટ એટેકને કોરોનરી આર્ટરી સ્પેઝ્મ કે વેરિઅન્ય એન્જિના કહેવામાં આવે છે. હાર્ટ એટેક આવ્યા બાદ એવી દવાઓ આપવામાં આવે છે જેથી રક્તવાહિનીઓ જે બંધ થઈ ગઈ છે તેને પહોળી કરી શકાય.
હાર્ટ એટેક આવે ત્યારે જો મેડિકલ મદદ સમયસર મળી જાય તો જીવ બચી શકે છે પરંતુ તમારે સૌએ એ જાણવુ જરૂરી છે કે હાર્ટ એટેક આવ્યો છે કે નહીં. હાર્ટ એટેકના લક્ષણ હોય છે, છાતીમાં દુખાવો સાથે-સાથે બેચેની થવી, શ્વાસ ફૂલવો, કાંડામાં દુખાવો, જડબુ કે પીઠમાં દુખાવો થવો. જો તમને પણ શરીરમાં આવો કોઈ દુખાવો થઈ રહ્યો હોય તો તમે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.