ગરમ-ગરમ ચા કે કોફી પીવાની ટેવ છે જોખમી, જાણો તેનાથી થતાં નુકસાન
Image: Freepik
Tea and Coffee: એક કપ ચા થઈ જાય. આજે તો મોસમ ખૂબ સરસ છે ચાલો કોફી પી લઈએ. આ તમામ વાતો આજકાલ ઘર ઓફિસ દરેક સ્થળે સાંભળવા મળે છે. ચોમાસાની સિઝનમાં ચા અને કોફીની દિવાનગી લોકોના માથે ચઢેલી હોય છે. વિશ્વભરમાં ચા અને કોફી સૌથી વધુ પસંદ કરાતા ડ્રિન્ક માનવામાં આવે છે. હવે જ્યારે ચોમાસાએ દસ્તક આપી છે તો ચા-કોફીનો સમય પણ ખૂબ ચાલશે પરંતુ શું ચા-કોફી વધુ પડતી પીવાથી આરોગ્ય બગડે નહીં તે માટે જરૂરી છે કે ચા કોફી કેટલી, ક્યારે અને કેવી રીતે પીવી.
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર ચા અને કોફી બંનેનું વધુ સેવન તમારા આરોગ્ય માટે સારું માનવામાં આવતું નથી પરંતુ ચા-કોફી પીવા કરતાં તેને ગરમ-ગરમ પીવી વધુ જોખમી છે.
વધુ પડતી ચા અને કોફી પીવી જોખમી છે
મોટાભાગના લોકો સવારની શરૂઆત જ ચા-કોફીથી કરે છે. અહીંથી શરૂ થાય છે નુકસાન. જો તમે દરરોજ સવારે ખાલી પેટ ચા કે કોફી પીવો છો તો તેનાથી ગેસ બનવાની તકલીફ શરૂ થઈ જાય છે. ખાલી પેટ ચા પીવાથી આપણી ભૂખ ખતમ થઈ જાય છે અને આપણને કલાકો સુધી ખાવાની ઈચ્છા થતી નથી. ખાલી પેટ ચા-કોફી પીવાથી થોડા વર્ષોમાં શરીરના સાંધામાં દુખાવો શરૂ થઈ જાય છે. ભવિષ્યમાં હાડકાઓ પણ કમજોર થઈ જાય છે. વધુ ચા-કોફી પીવાથી દાંતોના એનામેલ ખરાબ થઈ જાય છે અને આ પીળા પડી શકે છે કે નિશાન બની જાય છે.
વધુ ગરમ ચા-કોફી વધુ નુકસાન કરે છે
ચા કોફી પીવાનું બીજું સૌથી મોટું નુકસાન છે જેની પર કોઈ ધ્યાન આપતું નથી તે છે તેને ગરમ-ગરમ પીવી. મોટાભાગના લોકોને ઠંડી ચા કે કોફી પીવામાં સારી લાગતી નથી અને તે ખૂબ ગરમ જ તેને પીવાનું પસંદ કરે છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ વધુ ખરાબ ટેવ છે. એક તો ચા-કોફી, બીજું તેને ખૂબ ગરમ પીવી મોઢા અને પેટ માટે યોગ્ય નથી. ડોક્ટર્સ માને છે કે ચા, કોફી સિવાય બીજુ અન્ય કોઈ પીણું ગરમ પીતાં હોવ તો તે તેને પણ થોડું ઠંડુ પીવું જોઈએ. વધુ ગરમ ચા, કોફી મોઢા અને ખાવાની ફૂડ પાઈપથી લઈને આપણા પેટમાં પહોંચવા પર નુકસાન પહોંચાડે છે. ગરમ હોવાના કારણે તેનાથી વધુ એસિડિટી થાય છે. જો ચા, કોફીને થોડી ઠંડી કે સામાન્ય ગરમ પીવામાં આવે તો નુકસાન કરતાં નથી.