હૃદયમાં સોજો હોવા પર બોડી આપે છે આ સંકેત, ધ્યાન નહીં આપો તો આવી શકે છે ગંભીર પરિણામ
Image Source: Freepik
અમદાવાદ, તા. 11 નવેમ્બર 2023 શનિવાર
અમુક લોકોને છાતીમાં દુખાવો, બળતકા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા થાય છે જેને લોકો અવગણે છે. દરમિયાન જો તમે પણ આ સમસ્યાને વારંવાર અવગણો છો. તો આ તમને ખૂબ ભારે પડી શકે છે. આ પ્રકારની સમસ્યાઓ હૃદયમાં સોજો હોવાનો સંકેત આપી શકે છે. આ સાથે જ આ હૃદય સ્વાસ્થ્ય સંબંધિત એક ગંભીર સમસ્યા છે. હૃદયમાં સોજો હોવા પર આપણુ શરીર અમુક સંકેત આપે છે જેને તમારે ભૂલથી પણ અવગણવુ જોઈએ નહીં પરંતુ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
હૃદયમાં સોજો હોવા પર શરીર આપે છે આ સંકેત
થાક અનુભવવો
જો તમને હંમેશા થાક અનુભવાય તો તેને અવગણો નહીં. કેમ કે આવુ કરવુ તમને જોખમમાં મૂકી શકે છે કેમ કે આ હૃદયમાં સોજાનો સંકેત છે.
ચક્કર આવવાની સમસ્યા
અમુક લોકોને હંમેશા ચક્કર આવવાની સમસ્યા રહે છે જેને તેઓ અવગણે છે પરંતુ આવુ કરવુ તમને ભારે પડી શકે છે કેમ કે આ હૃદયમાં સોજો હોવાનું કારણ પણ હોઈ શકે છે.
શરીરના આ અંગોમાં સોજો આવવો
જો તમારા શરીરના કોઈ ભાગ જેમ કે પગ, હાથમાં હંમેશા સોજો રહે છે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો કેમ કે આ હૃદયમાં સોજાના કારણે પણ થઈ શકે છે. તેથી તેને હળવાશમાં ન લો.
હૃદયમાં સોજો હોવા પર અજમાવો આ રીત
1. બીમાર લોકોના સંપર્કમાં આવવાથી બચો જે પહેલેથી જ કોઈ સંક્રમણથી પરેશાન છે.
2. ખાણીપીણીનું ધ્યાન રાખો.
3. દરરોજ કસરત કરો.
4. શ્વાસ સંબંધિત વ્યાયામ દરરોજ કરો.