શરીરના આ અંગોમાં સોજો આવવો એ છે ફેટી લિવરના શરૂઆતી લક્ષણો
Image: Freepik
Fatty Liver Symptom: લિવરમાં ફેટ જમા થવો એક ગંભીર બીમારીના શરૂઆતી સંકેત છે. ફેટી લિવર એક ગંભીર બીમારી છે. જે વ્યક્તિ વધુ દારૂ પીવે છે કે જેમની લાઈફસ્ટાઈલ ખરાબ હોય છે તેમને ઘણી વખત આ પ્રકારની બીમારીનું જોખમ વધી જાય છે.
લિવર શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ હોય છે. લોહીને ફિલ્ટર કરવાથી લઈને ભોજન પચાવવા સુધીનું કામ લિવર કરે છે. આ દરમિયાન તે શરીરની ગંદકી કાઢવાનું કામ પણ કરે છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિને લિવર સંબંધિત બીમારી થાય છે તો સૌથી પહેલા લિવર કામ કરવાનું બંધ કરી દે છે. દરમિયાન ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. જેમ કે લિવર કેન્સર, લિવર સિરોસિસ.
પગ અને ઘૂંટીઓમાં સોજા
ફેટી લિવરની સમસ્યા થવા પર લિવર ડેમેજ થવા લાગે છે. પગની આસપાસ ફૂલવા લાગે છે.
પેટમાં સોજો
એડવાન્સ લિવર ડિસીઝમાં પેટમાં પાણી ભરાવા લાગે છે જેના કારણે પગ ફૂલવા લાગે છે. તેની ઓળખ લિવર અને સિરોસિસની સમસ્યા પણ હોઈ શકે છે.
તળિયામાં સોજો, પગ અને ઘૂટીમાં સોજાના કારણે ફેટી લિવરની ફરિયાદ થઈ શકે છે. તળિયામાં એડિમા પણ થઈ શકે છે. લિવરની બીમારીમાં ચહેરામાં સોજો અને હાથમાં સોજાની સમસ્યા થઈ શકે છે.