બ્લડ પ્રેસરના દર્દીઓ માટે રામબાણ છે આ લાલ જ્યુસ, જાણો બીજા અન્ય ફાયદા

બીટનો જ્યુસ બ્લડ પ્રેસરને ઓછુ કરવામાં મદદ કરે છે

શરીરમાં બનતા કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને ઓછુ કરવામાં મદદ કરે છે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
બ્લડ પ્રેસરના દર્દીઓ માટે રામબાણ છે આ લાલ જ્યુસ, જાણો બીજા અન્ય ફાયદા 1 - image
Image Freepic

તા. 8 ઓક્ટોબર 2023, રવિવાર

Health Benefits of Beet Juice: બીટનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. બીટના જ્યુસમાં પોટેશિયમ, આયરન, મેગ્નીશિયમ, ઝિંક કોપર અને મિનરલ સહિત અનેક પોષક તત્વો રહેલા હોય છે. તેનુ સેવન કરવાથી બ્લડ પ્રેસર કન્ટ્રોલમાં રહે છે અને મસલ્સ પાવરને વધારવામાં મદદ કરે છે. આજે આપણે બીટના જ્યુસના વિવિધ ફાયદાઓ વિશે જાણીએ. 

બીટનો જ્યુસ બ્લડ પ્રેસરને ઓછુ કરવામાં મદદ કરે છે

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બીટનો જ્યુસ બ્લડ પ્રેસરને ઓછુ કરવામાં મદદ કરે છે. સંશોધન કર્તાઓએ એક રિપોર્ટમાં જોયુ કે જે લોકો રોજ 250 મિલીલીટર બીટનો જ્યુસ પીવે છે, તેમને સિસ્ટોલિક અને ડાયસ્ટોસિક બન્ને બ્લડ પ્રેસર ઓછુ થઈ જાય છે.

શરીરમાં બનતા કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને ઓછુ કરવામાં મદદ કરે છે

બીટના જ્યુસમાં પોટેશિયમ, આયરન, મેગ્નીશિયમ, ઝિંક કોપર અને મિનરલ સહિત અનેક પોષક તત્વો રહેલા હોય છે. તેનુ સેવન કરવાથી બ્લડ પ્રેસર કન્ટ્રોલમાં રહે છે અને મસલ્સ પાવરને વધારવામાં મદદ કરે છે. આ સાથે સાથે શરીરમાં બનતા કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને ઓછુ કરવામાં મદદ કરે છે. તેમજ લોહીમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલનું લેવલ વધારે છે. તેના કારણે લીવરનું ઓક્સીડેટિવ સ્ટ્રેસ પણ ઓછો થઈ જાય છે. જો તમારુ કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો તમારે બીટનો જ્યુસ પીવો જોઈએ. 

બીટના જ્યુસમાં કેલોરીની માત્રા ઓછી હોય છે અને ફેટ બિલકુલ નથી હોતું

મોટાપામાં રાહત મેળવવા માટે પણ બીટનો જ્યુસ પીવો સારો માનવામાં આવે છે. બીટના જ્યુસમાં  કેલોરીની માત્રા ઓછી હોય છે અને ફેટ બિલકુલ નથી હોતુ. આ સવારના પીવાથી વધુ લાભકારી રહે છે. સવારના પીવા આખો દિવસ શરીરમાં સ્ફર્તિ રહે છે. આ ઉપરાંત બીટનો જ્યુસ ફિઝિકલ ફિટનેસમા ખુબ સારુ માનવામાં આવે છે. 

બ્લડ પ્રેસરના દર્દીઓ માટે રામબાણ છે આ લાલ જ્યુસ, જાણો બીજા અન્ય ફાયદા 2 - image


Google NewsGoogle News