Get The App

કોવિડ-19ને કારણે હાર્ટ એટેકનું જોખમ વધ્યું, સંશોધનમાં થયો ચોકાવનારો ખુલાસો

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
કોવિડ-19ને કારણે હાર્ટ એટેકનું જોખમ વધ્યું, સંશોધનમાં થયો ચોકાવનારો ખુલાસો 1 - image


Covid 19 increase risk of heart disease : ચીનના વુહાનથી નીકળેલા કોરોના વાયરસ હવે લોકોને વધુ અસર નથી કરતો અને તેના કેસમાં પણ ઘટાડો થયો હોવા છતાં લોકો હજી પણ કોવિડ -19 ની લાંબા ગાળાની અસરોથી પરેશાન છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, હૃદયની તંદુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે.

હાલમાં કોવિડ -19 પર એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 ને કારણે હૃદયની સમસ્યાઓનું જોખમ વધી ગયું છે. હાલમાં થયેલા આ સંશોધન વિશે જણાવીએ કે કોવિડ-19 તમારા હૃદયના સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરી શકે છે અને તમે તેનાથી તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો.

આ પણ વાંચો : બેઠાં બેઠાં નોકરી કરતાં લોકો પર હાર્ટઍટેકથી મોતનો ખતરો, બચવા માટે 30 મિનિટ કરો આ કામ: સ્ટડી

શું કહે છે કોવિડ-19 પરનું સંશોધન

જર્નલ આર્ટેરિયોસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસિસ અને વેસ્ક્યુલર બાયોલોજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે કોવિડ -19 ના 1000 દિવસમાં કાર્ડિયોવેસ્ક્યુલર ઘટનાઓનું જોખમ વધી ગયું છે. એટલું જ નહીં ધ નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઈન્સ્ટિટ્યૂટના ડૉક્ટરોનું માનવું છે કે આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે, અને ઘણા લોકોને હાર્ટ એટેકનું જોખમ પહેલા કરતા વધારે છે.

કોરોના મહામારી પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુદરમાં પણ વધારો થયો છે, તેમણે કહ્યું કે કોવિડ-19 પછી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ પહેલાની સરખામણીમાં વધી ગયું છે અને તેના કારણે લોકોને હાર્ટ એટેક, સ્ટ્રોક અને સ્ટ્રોકના જોખમનો સામનો કરવો પડે છે.

હાર્ટ એટેક કેવી રીતે અટકાવવો

કોવિડ -19ની લાંબા ગાળાની અસરો ખરેખર ચિંતાજનક છે, તેથી પોતાની જાતને હૃદય રોગથી બચાવવા માટે તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરવું જોઈએ. હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટને બદલે લો ઈન્ટેન્સિટી વર્કઆઉટ જેમ કે રનિંગ, જોગિંગ, સ્વિમિંગ, યોગ, મેડિટેશનનો સહારો લેવો જોઈએ. આ સિવાય સંતુલિત આહાર સૌથી મહત્વપૂર્ણ છે, જેમાં લીન પ્રોટીન, ફાઈબરથી ભરપૂર વસ્તુઓ, તાજા ફળો અને શાકભાજી, ઓછી ચરબીવાળા દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થવો જોઈએ.



Google NewsGoogle News