આ 'ડિટોક્સ વોટર'થી દિવસની કરો શરૂઆત અને ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમથી રહો દૂર

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
આ 'ડિટોક્સ વોટર'થી દિવસની કરો શરૂઆત અને ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમથી રહો દૂર 1 - image


Image: Freepik

દિવસની શરૂઆત ડિટોક્સ વોટરની સાથે કરવાથી આરોગ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે. જેના દ્વારા શરીરની અંદર જામેલી ગંદકીને સરળતાથી બહાર કાઢવામાં આવી શકે છે. ડિટોક્સ વોટર ઈમ્યુનિટી વધારે છે, જેનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. આ સિવાય આ એનર્જી બૂસ્ટરની જેમ પણ કામ કરે છે. ગરમીઓમાં ડિટોક્સ વોટર પીવાથી બોડી હાઈડ્રેટ રહે છે. 

ફાયદાથી ભરપૂર ડિટોક્સ ડ્રિન્ક્સ

સોમવાર

દિવસની શરૂઆત આદું, લીંબુ અને હળદરના પાણીથી કરો. આ ઈમ્યુનિટી વધારવાની સાથે પાચન અને વેટ લોસમાં લાભદાયી છે. 

મંગળવાર

સવારે મેથી દાણા વાળું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને સાથે જ આ મેટાબોલિઝ્મ વધારવામાં પણ ખૂબ અસરદાર છે.

બુધવાર

સવારે દૂધવાળી ચા ને સાઈડ કરીને જીરાનું પાણી પીવો જે તમારા વજનને ઘટાડે છે અને સાથે જ આનું થોડું પ્રમાણ પાચન સંબંધિત મુશ્કેલી દૂર કરવા માટે પૂરતું છે.

ગુરુવાર

આ દિવસે અજમાનું પાણી પીવો. જે ગેસ, બ્લોટિંગ, અપચો કે પેટ સંબંધિત મોટાભાગની સમસ્યાઓને કારગર સારવાર છે.

શુક્રવાર

લીંબુ, કાકડી કે ખીરા વાળું પાણી પીને સવારની શરૂઆત કરી શકો છો. આ તમને આખો દિવસ હાઈડ્રેટ રાખવાની સાથે તાજા પણ રાખશે અને આને પીવાથી બોડી પણ ડિટોક્સ થશે.

શનિવાર

ફુદીનો અને તુલસીના બીજ પીવાથી બ્લોટિંગની પ્રોબ્લેમ દૂર થાય છે. આ સિવાય આ શરીરની જામેલી ગંદરીને દૂર કરીને તમને હેલ્ધી રાખવામાં મદદ કરશે.

રવિવાર

આ દિવસની શરૂઆત તમે વરિયાળીના પાણીથી કરી શકો છો. તેનાથી પાચન તંદુરસ્ત રહે છે. વજન ઘટાડવામાં મદદ મળે છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે.


Google NewsGoogle News