લાંબા સમય સુધી બેસી રહો છો? તો ચેતી જજો! રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વાત

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
લાંબા સમય સુધી બેસી રહો છો? તો ચેતી જજો! રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી વાત 1 - image


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 01 નવેમ્બર 2023 બુધવાર

આપણી ખરાબ ડાયટ અને બગડતી લાઈફસ્ટાઈલ ના માત્ર આપણા આરોગ્યને બગાડે છે પરંતુ મોતનું પણ કારણ બની શકે છે. જો તમે ડેસ્ક વર્ક કરો છો અને 9-10 કલાક સુધી બેસીને કામ કરો છો તો થોડુ સાચવજો. લાંબા સમય સુધી બેસીને ડેસ્ક વર્ક કરવુ મોતના જોખમને વધારી શકે છે. અમુક રિસર્ચ અનુસાર કલાકો સુધી બેસી રહેવાથી હૃદય સંબંધિત બીમારી થવાની શક્યતા 147% સુધી વધી જાય છે અને મોતનું જોખમ વધવા લાગે છે. મોતના જોખમને ઘટાડવા માટે કામની વચ્ચે એક નાનો બ્રેક જરૂર લો. દર એક કલાક દરમિયાન તમે ફરીને આવો તો આ જોખમને ટાળી શકો છો.

એક નવા રિસર્ચ અનુસાર પોતાની ડેઈલી રૂટીનમાં બ્રેક દરમિયાન સામાન્ય એક્સરસાઈઝને સામેલ કરો. વચ્ચે સામાન્ય એક્સરસાઈઝ કરવાથી ગતિહીન જીવનશૈલીના જોખમોનો સામનો કરવામાં મદદ મળી શકે છે. નોર્વે અને સ્વીડનમાં 50 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો પર રિસર્ચ કરવામાં આવ્યુ છે. અભ્યાસમાં કામ દરમિયાન નાની કસરત કરવાના ફાયદા પર ધ્યાન આપવામાં આવ્યુ છે. કેવી રીતે લાંબા સમય સુધી બેસવાથી મોતનું જોખમ વધે છે અને કામ દરમિયાન નાની-નાની એક્સરસાઈઝ કેવી રીતે તમારી લાંબી ઉંમર માટે જરૂરી છે.

એક્સરસાઈઝ કેવી રીતે મોતનું જોખમ ઘટાડે છે

આ અભ્યાસ ડેસ્ક વર્ક દરમિયાન કરવામાં આવેલી નાની એક્સરસાઈઝના ફાયદા પર કેન્દ્રિત છે. રિસર્ચના પરિણામો અનુસાર જે લોકો દરરોજ 12 કલાકથી વધુ સમય સુધી બેસ્યા રહેતા હતા, તેમાં જલ્દી મૃત્યુનું જોખમ 38% વધુ હતુ. જોકે દરરોજ માત્ર 20થી 25 મિનિટ એક્સરસાઈઝ કરીને તમે મોતના જોખમને ખૂબ ઓછુ કરી શકો છો. જરૂરી નથી કે તમે ઝડપથી ગતિથી જ એક્સરસાઈઝ કરો પરંતુ તમે વોક કરીને, બાઈક રાઈડ કરીને, પોતાના પાલુત જાનવરોની સાથે થોડા સમય સુધી રમીને પોતાના કામની વચ્ચે થોડો બ્રેક લઈ શકો છો. સામાન્ય ચાલવુ પણ તમારા આરોગ્ય પર સકારાત્મક પ્રભાવ નાખી શકે છે.

રિસર્ચ અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવાથી મેદસ્વીપણુ, હૃદય રોગ, ડાયાબિટીસ, મસ્કુલોસ્કેલેટલ સમસ્યાઓ અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધી શકે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી મેટાબોલિઝ્મ ઘટી શકે છે જેનાથી વજન વધી શકે છે અને મેટાબોલિક સમસ્યાઓ થઈ શકે છે.

કામની વચ્ચે એક્સરસાઈઝ કરવાથી આરોગ્યને થતા ફાયદા

દરરોજ સામાન્ય એક્સરસાઈઝ કરીને પણ તમે લાંબુ આયુષ્ય ભોગવી શકો છો. 20-25 મિનિટની મધ્યમ એક્સરસાઈઝ ઘણા પ્રકારના આરોગ્ય જોખમને ઘટાડી શકે છે અને ઉંમરમાં વધારો કરી શકે છે.

દરરોજ સામાન્ય એક્સરસાઈઝ કરીને તમે ઘણી ક્રોનિક બીમારીઓ જેમ કે હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કેન્સરના જોખમને ઘટાડી શકો છો. એક્સરસાઈઝ કરીને ના માત્ર તમે વજનને ઘટાડી શકો છો પરંતુ પોતાના હૃદયના આરોગ્યમાં સુધારો કરી શકો છો અને બ્લડ શુગરને કંટ્રોલ કરી શકો છો. એક્સરસાઈઝ કરવાની અસર શારીરિક ઉપરાંત માનસિક હેલ્થને પણ તંદુરસ્ત કરે છે. દરરોજની મીડિયમ એક્સરસાઈઝ ડિપ્રેશન, એગ્ઝાઈટી અને તણાવને ઘટાડે છે.

દરરોજ બોડીને એક્ટિવ રાખીને તમે પોતાના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકો છો. એક્સરસાઈઝ કરવાથી ફિટનેસમાં સુધારો થાય છે, એનર્જી લેવલ વધે છે અને ઊંઘની પેટર્ન સુધરે છે. એક્સરસાઈઝ ગતિશીલતા અને લચીલાપણાને વધારે છે, જેનાથી બોડી વધુ એક્ટિવ રહે છે અને માણસનું આયુષ્ય લાંબુ રહે છે.  


Google NewsGoogle News