કલાકો સુધી હેડફોન- ઈયરફોનનો ઉપયોગ ક્યાક તમને બીમાર ન બનાવી દે, જાણો તેના ગેરફાયદા
સતત હેડફોન- ઈયરફોનનો ઉપયોગ કરવાથી તમારે હ્રદય માટે પણ સારુ નથી
માથાનો દુખાવો અને માઈગ્રેનનો ભોગ બની શકાય છે.
Image Freepic |
તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર
વર્તમાન સમયમાં કોઈની પાસે ટાઈમ નથી, તે દરેક કામ એક સાથે કરે છે, જેમાં વ્યક્તિ મોટાભાગે મોબાઈલ પર લાગેલો રહે છે. અને તેમા તેની પાસે ટાઈમનો અભાવ હોવાથી તે ગાડી ચલાવતો હોય ત્યારે હેડફોન કે ઈયરફોનનો ઉપયોગ કરતો હોય છે. મોબાઈલ તો ખતરનાક છે પરંતુ તેના કરતાં પણ વધુ ખતરનાક આ હેડફોન- ઈયરફોનનો ઉપયોગ કરવાથી થાય છે.
બાળકો તેમજ મોટા લોકો બન્ને માટે નુકસાનકારક છે
આજે મોટાથી માંડી નાના બાળકો પણ હેડફોન- ઈયરફોનનો ઉપયોગ કરતાં હોય છે, જેમા બાળકો તેમજ મોટા લોકો વાત કરવા તો ઠીક પરંતુ ગીતો સાંભળવા, ફિલ્મો જોવા માટે વધુ ઉપયોગ કરતા હોય છે. અને તે હેડફોન- ઈયરફોન સતત કાનમા લગાવેલા જ રાખતો હોય છે. જે કાન માટે ખૂબ જ નુકસાનકારક છે.
સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે
કલાકો સુધી કાનમાં હેડફોન- ઈયરફોનથી સાંભળવાથી કેટલીયે બીમારીઓ પેદા થાય છે. હેડફોન- ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી કાનની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.
માથાનો દુખાવો અને માઈગ્રેનનો ભોગ બની શકે છે
સતત હેડફોન- ઈયરફોનનો ઉપયોગ કરવાથી તમારે હ્રદય માટે પણ સારુ નથી. તેના પર પણ અસર કરે છે. તેમાથી નિકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ મગજ પર ખરાબ અસર કરે છે. વધુમાં તેના કારણે માથાનો દુખાવો અને માઈગ્રેનનો ભોગ બની શકાય છે. ત્યા સુધી કે તે વ્યક્તિને ચિતા અને તણાવની સમસ્યા પણ થઈ શકે છે.