Vitamin B12: 20 વર્ષની ઉંમર પછી બી12 ની ઉણપ છે, તો તેના માટે આ રહ્યો બેસ્ટ ઉપાય
Vitamin B12ની ઉણપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી કહેવામાં આવે છે
જેમા આંખ, મગજ અને શરીરના વિવિધ અંગો પર તેની અસર જોવા મળે છે
Image Social Media |
તા. 13 નવેમ્બર 2023, સોમવાર
Vitamin B12ની ઉણપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી કહેવામાં આવે છે. બી12 ઘટવાના કારણે નસોમાં કમજોરી આવે છે. જેમા આંખ, મગજ અને શરીરના વિવિધ અંગો પર તેની અસર જોવા મળે છે. વધારે પડતી કમી થાય તો શરીર કંકાલ જેવુ બની જાય છે.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે Vitamin B12 ઘટવાના અલગ અલગ કારણો હોઈ શકે છે. એક ડોક્ટરના કહેવા પ્રમાણે Vitamin B12 સામાન્ય રીતે આપણા આંતરડામાં રહેલા બેક્ટેરિયા દ્વારા તૈયાર થાય છે. તેના માટે 5 ઉપાય ચોક્કસ અજમાવવા જોઈએ.
Vitamin B12ની ઉણપ દુર કરવા માટેની ટિપ્સ
1. ફ્રુટ અને શાકભાજીનું સેવન કરો
ડાયટમાં તાજા ફળો અને શાકભાજીની માત્રા વધારો. તેમાં ફાઇબર રહેલું છે જે પ્રી-બાયોટિકને ઘટાડે છે. પ્રી-બાયોટિક આતરડાંના હેલ્ધી બેક્ટેરિયા માટે પોષણ અને ભોજનની માફક જ હોય છે, અને તેની સંખ્યા વધવા લાગે છે.
2. કંદમુળ ભરપુર માત્રામાં ખાવાનું શરુ કરો
બીટ, મૂળા, ગાજર, શલગમ જેવી શાકભાજીને વિટામિન બી12 માટેનો ઇલાજ ગણવામાં આવે છે. જમીનમાં ઉગતી આ શાકભાજી ગટ હેલ્થ માટે સારી હોય છે. જેમા એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તેને ખાતી વખતે છાલને તદ્દન છોડી નાખવાના બદલે ઉપરના પડને જ દૂર કરને તેનુ સેવન કરો.
3. ફર્મેન્ટેડ ફૂડ્સ
અથાણું, દહીં-ભાત જેવા ફર્મેન્ટેડ ફૂડ્સની અંદર ભારે માત્રામાં પ્રોબાયોટિક્સ હોય છે. પ્રોબાયોટિક્સ નાના નાના બેક્ટેરિયા હોય છે જે આતરડાંના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે.
4. સર્કાડિયન રિધમ ફોલો કરો
20ની ઉંમર પછી તમે કેટલાક નિયમો બનાવી લો, જેમા તમારાં સૂવા, ઉઠવા અને ખાવાનો સમય ફિક્સ કરી દો, કારણ કે આ રૂટિન તમારાં ડાયજેશન પર અસર કરે છે, આમ કરવાથી વિટામિન બી12ની ઉણપ દૂર થાય છે. સર્કાડિયન રિધમથી આતરડાં અને પેટનું સ્વાસ્થ્ય સારુ રહે છે.