Sensitive Teeth: દાંતમાં સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ છે, જાણો તેના લક્ષણો વિશે શું કહે છે નિષ્ણાતો
બદલાતા ખોરાક અને ખાનપાનની રીતના કારણે દાંતોમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે
Image Envato |
તા. 1 ડીસેમ્બર 2023, શુક્રવાર
આજકાલ બદલાતા ખોરાક અને ખાનપાનની રીતના કારણે દાંતોમાં કેટલાય પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે. જેમા એક એવો રોગ છે જે સેન્સિટિવિટી તરીકે ઓળખાય છે, હમણાથી આવા દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. સેન્સિટિવિટીના કારણે દર્દીઓને ખાતા- પીતા સમયે દાંતમાં ઠંડુ અથવા ગરમ લાગતું હોય છે. જેના કારણે ધીમે ધીમે દાંતમાં કમજોરી આવવા લાગે છે અને દુખાવો પણ થતો હોય છે. જેના કારણે આવા લોકો ખૂબ જ હેરાન થતા હોય છે. આવો આજે તેના માટે નિષ્ણાતો પાસેથી ઈલાજ જાણીએ.
ડોક્ટરોના કહેવા પ્રમાણે આજકાલ બાળકોથી માંડી વૃદ્ધ સુધી દરેકમાં આ બીમારી જોવા મળી રહી છે. ડોક્ટરના સેન્સિટિવિટી થવાના કેટલાક મુખ્ય કારણ છે. જેમા ઝડપથી ખાવા- પીવામાં થઈ રહ્યા ફેરફારના કારણે દાંતમાં આ પ્રકારની બીમારી જોવા મળી રહી છે.
સેન્સિટિવિટીના મુખ્ય કારણો
દાંતમાં સડો અને પોલા થઈ જવાના કારણે
ડોક્ટરોના કહેવા પ્રમાણે જો તમારા દાંતમાં સડો પડી રહ્યો હોય અથવા દાંતમાં પોલાણ થયો હોય તો તમને ખાતા-પીતા સમયે ઠંડા અથવા ગરમનો અહેસાસ થતો હોય છે.
સિઝન
શિયાળાની શરુઆતમાં આપણે ગરમ ખાતા હોઈએ છીએ એટલે આવા સમયે આપણને દાંતમાં દુખાવો મહેસુસ થતો હોય છે. જેથી આવા સમયે ગરમ કે ઠંડુ ખાવાથી બચવુ જોઈએ.
બ્રસ
જ્યારે આપણે બરોબર રીતે દાંત સાફ નથી કરતા જેના કારણે દાંતમાં અનેક સમસ્યાઓ પેદા થતી હોય છે. અને ત્યાર બાદ દાંતમાં સેન્સિટિવિટીનો પ્રોબલેમ શરુ થતો હોય છે.
સેન્સિટિવિટીના લક્ષણો
દાંતમાં દુખાવો
ડોક્ટરોના કહેવા પ્રમાણે જો તમને ખાવા-પીવા અને બ્રસ કરવામાં દુખાવો થતો હોય છે આ સેન્સિટિવિટીનું મુખ્ય લક્ષણ છે.
વધારે પડતુ ગળ્યું ખાવાના કારણે
જો તમે ગળ્યા પદાર્થો વધારે ખાતા હોવ જેમ કે, આઈસ્ક્રીમ, મિઠાઈ, કેન્ડી અને ચોકલેટ ખાવાથી અચાનક જ દુખાવો મહેસુસ થાય છે તો આ સેન્સિટિવિટીનું મુખ્ય લક્ષણ છે.
ઠંડુ ગરમ ખાવાના કારણે
જો તમે જ્યારે કોઈ ઠંડી વસ્તુ અથવા ગરમ વસ્તુ ખાતા હોવ તો તમારા દાંતમાં ઝણઝણાટી અથવા દુખાવો થતો હોય તો આ સેન્સિટિવિટીનું લક્ષણ છે.