Seasonal Fluમાં ઝડપથી વધી રહ્યા છે ઈન્ફેક્શનના કેસ, તેનાથી બચવા માટે અપનાવો આ ટિપ્સ
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 માર્ચ 2024 શનિવાર
છેલ્લા ઘણા દિવસોથી હવામાનમાં સતત પરિવર્તન થઈ રહ્યુ છે. તાપમાનમાં જારી ઉતાર-ચઢાવના કારણે આરોગ્ય પર પણ અસર પડવા લાગી છે. ઘણી વખત શિયાળો જતી વખતે હવામાનની સાથે જ ફ્લૂના કેસ ઝડપથી વધવા લાગે છે. છેલ્લા ઘણા દિવસોથી ફ્લૂના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર સીઝનલ ફ્લૂ વાયરસના કારણે થનારા એક એક્યૂટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન છે, જે દુનિયાના તમામ ભાગોમાં સામાન્ય છે.
આ મોટાભાગના લોકો સારવાર વિના સાજા થઈ જાય છે. ઈન્ફલ્યુએન્ઝા લોકોના ખાંસી ખાવા કે છીંક ખાવા પર સરળતાથી ફેલાય છે. વેક્સિનેશન આ બીમારીથી બચાવની સૌથી સારી રીત છે. ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણોમાં ખૂબ તાવ, ખાંસી, ગળામાં ખારાશ, શરીરમાં દુખાવો અને થાક સામેલ છે. દરમિયાન તેનાથી બચવા માટે તમે અમુક ઉપાય અપનાવી શકો છો.
આ રીતે કરો ફ્લૂથી બચાવ
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) અનુસાર સીઝનલ ફ્લૂ અને તેની સંભવિત ગંભીર જટિલતાઓને ઘટાડવાની સૌથી સારી રીત દર વર્ષે વેક્સિનેશન કરાવવાની છે. આ સિવાય અમુક અન્ય ટેવોને અપનાવીને પણ તમે તેનાથી બચી શકો છો.
નજીકના સંપર્કથી બચવુ
જે લોકો બીમાર છે, તેમના નજીકના સંપર્કથી બચો. સાથે જ જ્યારે તમે બીમાર હોવ તો બીજાને પણ બીમાર થવાથી બચાવવા માટે તેમનાથી અંતર જાળવી રાખો. જ્યાં સુધી તમે સાજા થતા નથી, ઘરે જ રહો. જો શક્ય હોય તો બીમાર થવા પર સ્કુલ-કોલેજ અને ઓફિસથી અંતર રાખો. તેનાથી તમારી બીમારી ફેલાવાથી રોકવામાં મદદ મળશે.
પોતાનું મોઢુ અને નાક ઢાંકો
ખાંસી ખાતા કે છીંકતી વખતે પોતાનુ મોઢુ અને નાકને રૂમાલથી ઢાંકો. આ તમારી આસપાસના લોકોને બીમાર થવાથી બચાવી શકે છે. ફ્લૂના વાયરસ મુખ્યરીતે ફ્લૂથી પીડિત લોકોને ખાંસી ખાતા, છીંક ખાતા કે વાત કરવાથી નીકળનારી ડ્રોપથી ફેલાય છે.
પોતાના હાથ સાફ રાખો
કોઈ પણ પ્રકારથી વાયરસથી બચવા માટે જરૂરી છે કે પોતાના હાથોને સાફ રાખો. દરમિયાન વારંવાર હાથ ધોવાથી તમને જંતુઓથી બચવામાં મદદ મળશે. જો સાબુ કે પાણી ઉપલબ્ધ નથી તો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
આંખો, નાક કે મોઢાને સ્પર્શવાથી બચો
બીમારી ફેલાવનાર જંતુઓ ત્યારે ફેલાઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ જંતુઓથી દૂષિત કોઈ વસ્તુને સ્પર્શે છે અને પછી તેનાથી પોતાની આંખો, નાક કે મોઢાને સ્પર્શે છે. દરમિયાન વારંવાર પોતાની આંખો, નાક કે મોઢાને સ્પર્શવાથી બચો.
સારી આરોગ્ય સંબંધિત ટેવો અપનાવો
સીઝનલ ફ્લૂથી બચવા માટે ખાસ કરીને જ્યારે કોઈ બીમાર હોય ત્યારે ઘર, ઑફિસ કે સ્કૂલ-કૉલેજમાં વારંવાર સ્પર્શ થતી વસ્તુઓને સાફ અને જંતુમુક્ત કરવી જોઈએ. પૂરતી ઊંઘ લો, શારીરિક રીતે સક્રિય રહો, પોતાના તણાવને નિયંત્રિત કરો, ખૂબ પ્રવાહી લો અને પૌષ્ટિક ભોજન કરો.