Walking Or Running: સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક શું? જાણો શું કહે છે નિષ્ણાતો
શરીરને તંદુરસ્ત રાખવા માટે હેલ્થ એક્સપર્ટ હંમેશા એક્સરસાઈઝ કરવાની સલાહ આપે છે
શુગર નિયંત્રિત કરવા માટે સતત ચાલવુ સારુ માનવામાં આવે છે
Image Envato |
તા. 24 નવેમ્બર 2023, શુક્રવાર
Walking Or Running: શરીરને તંદુરસ્ત રાખવા માટે હેલ્થ એક્સપર્ટ હંમેશા એક્સરસાઈઝ કરવાની સલાહ આપે છે. સૌથી સરળ અને બેસ્ટ એક્સરસાઈઝની વાત કરીએ તો વોકિંગ અને રનિંગની વાત સૌથી પહેલા આવે છે. જો તમે નિયમિત પણ દોડવાનું અથવા ચાલવાનું રાખતા હોવ તો આ તમારા માટે ફાયદાકારક છે. પરંતુ જ્યારે તેમાંથી બેસ્ટ વિશે વાત કરવામાં આવે તો લોકો થોડા કન્ફ્યુઝ થઈ જાય છે કે ચાલવું સારુ કે દોડવું સારુ. તમને જણાવી દઈએ કે ફિટનેસ માટે બન્ને એક્સરસાઈઝ બેસ્ટ છે. જો કે સ્વાસ્થ્ય માટે અલગ અલગ રીતે અસર કરે છે. આવો તેના વિશે એક્સપર્ટ શું કહે છે.
ચાલવાના ફાયદા
ચાવલાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. તેનાથી શરીર એક્ટિવ રહે છે અને ખાવાનું બરોબર રીતે પચી જાય છે. જે લોકોને ડાયાબિટિસ છે, તેમણે શુગર નિયંત્રિત કરવા માટે સતત ચાલવુ સારુ માનવામાં આવે છે. તણાવ, ચિંતા, એસિડિટી, ઊંઘ ઓછી આવવી, એકાગ્રતાની કમી વગેરે દુર થાય છે. બીમાર અને ઉંમરલાયક લોકોએ ચાલવું જોઈએ, આ લોકોને ચાલવાથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે. ચાલવાથી એક લાભ એ છે કે આ એક્સરસાઈઝ દરેક ઉંમરના લોકો કરી શકે છે. ચાલવાથી બ્લડપ્રેસર પણ નિયત્રિત કરે છે.
દોડવાથી થતા ફાયદા
દોડવાથી એટલે કે રનિંગ કરવાથી ઘણા ફાયદાઓ છે. દુનિયામાં જે રીતે લોકોમાં મોટાપા વધી રહ્યો છે, એવામાં રનિંગથી વજન ઓછુ કરી શકાય છે. દોડવાથી મોટી માત્રામાં કેલેરી અને ફેટ બળી જાય છે અને તેના કારણે મોટાપા નથી આવતો. બીજુ કે દોડવાથી શરીરમાં બ્લડ સર્કુલેશન ઝડપથી થતુ રહે છે. તેમજ સ્નાયુઓ મજબુત થાય છે. હ્રદયને બરોબર રાખવા માટે દોડવુ જરુરી છે.