Get The App

100 વર્ષથી વધુ જીવતા લોકોએ પોતાની લાંબી ઉંમર અંગે જણાવી મહત્વની વાત, માત્ર રોજ કરવાનું છે આ સરળ કામ

જે લોકો 100 વર્ષથી વધુ જીવ્યા છે તેઓ કહે છે કે લાંબુ જીવન જીવવા માટે કોઈ રહસ્ય નથી

કેટલીક સરળ વસ્તુઓ છે જે આપણે બધા કરી શકીએ છીએ. ચાલો જાણીએ તે શું છે?

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
100 વર્ષથી વધુ જીવતા લોકોએ પોતાની લાંબી ઉંમર અંગે જણાવી મહત્વની વાત, માત્ર રોજ કરવાનું છે આ સરળ કામ 1 - image


People who lived more than 100 years: વર્તમાન સમયમાં 100 વર્ષ જીવવું ખુબ જ મુશ્કેલ છે. તેમાં પણ આવી ભાગદોડની લાઈફ અને સ્વસ્થ તેમજ નિયમિત ભોજન વગરની લાઈફસ્ટાઇલના કારણે આટલું લાંબુ આયુષ્ય ખુબ જ મુશ્કેલ છે. એવામાં જાણીએ 100 વર્ષથી વધુ જીવતા લોકોનું રહસ્ય. 

'બ્લુ ઝોન'માં જીવતા લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે 

'બ્લુ ઝોન' શબ્દનો ઉપયોગ લેખક ડેન બ્યુટનરે કર્યો હતો કે જ્યાં લોકો 100 વર્ષથી વધુ જીવે છે. ત્યાં હવા, પાણી અને માટી ખૂબ જ સ્વચ્છ અને શુદ્ધ છે. ડેન બ્યુટનરે વિશ્વભરના ઘણા બ્લુ ઝોનનો અભ્યાસ કર્યો છે. તેમણે જોયું કે ત્યાંના લોકોની જીવનશૈલીમાં ઘણી સમાનતાઓ છે જે તેમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે છે. તેમણે કહ્યું કે 'બ્લુ ઝોન'ના લોકોના 100 વર્ષથી વધુ જીવવાના ઘણા કારણો છે. 

ઉપવાસ 

બ્લુ ઝોનમાં 100 વર્ષથી વધુ જીવતા લોકો તેમના રૂટીનમાં ઉપવાસને પણ સ્થાન આપે છે. જેમાં તેઓ ખાસ કરીને ઇન્ટરમિટેન્ટ ઉપવાસ જેમ કે 16:8 જે શરીર માટે ફાયદાકારક છે તેને સ્થાન આપે છે. તેમાં તેઓ ક્યારેય તેમનું પેટ 100 ટકા ભરતા નથી, તેઓ માત્ર 80 ટકા જ જમે છે.

રોજ કસરત કરવાની

વધુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રોજ કસરત કરવી જરૂરી છે. બ્લુ ઝોનના મોટાભાગના લોકો નિયમિતપણે કસરત કરે છે. જેમાં મોર્નીગ વોક, યોગા, સ્વીમીંગ, સાયકલીંગ એ અન્ય એક્ટીવીટીનો સમાવેશ થાય છે. તેમજ રોજના 30 થી 60 મિનીટનું મીડીયમ લેવલનું કાર્ડીયો તેમના રૂટીનનો એક ભાગ છે. 

દારૂનું સેવન ઓછું કરવું 

બ્લુ ઝોન વિસ્તારોના મોટાભાગના રહેવાસીઓ બહુ ઓછો દારૂ પીવે છે. ઘણા લોકો દારૂથી સંપૂર્ણપણે દૂર રહે છે. આ પણ તેમના લાંબા આયુષ્યનું એક રહસ્ય છે.

પૂરતી ઊંઘ લેવી

100 વર્ષથી વધુ જીવતા લોકો સામાન્ય રીતે દરરોજ 7-8 કલાક ઊંઘ લે છે. પૂરતી ઊંઘ લેવાથી શરીરને આરામ મળે છે અને સ્ટ્રેસ હોર્મોન્સનું લેવલ પણ ઘટે છે. જેથી હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર બંને નિયંત્રણમાં રહે છે. આથી, પૂરતી ઊંઘ લાંબા જીવનની ચાવી ગણી શકાય છે.

સામાજિક સંબંધો

બ્લુ ઝોનમાં રહેતા લોકો તેમના પરિવાર, સંબંધીઓ અને મિત્રો સાથે વધુ સમય પસાર કરે છે. જેના કારણે તેઓ ભાવનાત્મક નિકટતા, સહકાર અને સહાનુભૂતિ અનુભવે છે.આથી એકલતા અને હતાશા જેવી સમસ્યાઓથી સુરક્ષિત રહે છે. આ જ કારણ છે કે તેઓ 100 વર્ષથી વધુનું સ્વસ્થ જીવન જીવે છે.

100 વર્ષથી વધુ જીવતા લોકોએ પોતાની લાંબી ઉંમર અંગે જણાવી મહત્વની વાત, માત્ર રોજ કરવાનું છે આ સરળ કામ 2 - image



Google NewsGoogle News