જમ્યા બાદ ફળ ખાતા લોકો સાવધાન! આવી આદત તમને કરી શકે છે બીમાર
Image Source: Freepik
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી 2024 મંગળવાર
શું તમે જમ્યા બાદ ખાટ્ટા ફળ ખાવ છો? સંતરા, લીંબુ, દ્રાક્ષ અને કિનૂ આ તમામ ખાટા ફળ છે જે પોતાના શાનદાર સ્વાદ માટે જાણીતા છે. જેમાં વિટામિન સી વધુ પ્રમાણમાં હોય છે. આ એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડેન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિનું સમર્થન કરે છે અને કોલેજન વધારવામાં પણ મદદ કરે છે. આ શરીરમાં આયર્નના શોષણમાં પણ મદદ કરે છે. ભલે ખાટા ફળ ખૂબ ફાયદા આપતા હોય પરંતુ ભોજન બાદ ખાટા ફળ ખાવા યોગ્ય હોતુ નથી.
ખાટા ફળોના ફાયદા શું છે?
ખાટા ફળોમાં ડાયટ્રી સંબંધી ફાઈબર હોય છે તેથી તે કબજિયાત દૂર કરે છે અને પેટને હેલ્ધી રાખીને ડાઈઝેશન યોગ્ય રાખે છે. આમાં હાજર વિટામિન્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદગાર હોય છે પરંતુ ભોજન બાદ તેને ખાવુ યોગ્ય માનવામાં આવતુ નથી.
1. એસિડની તકલીફ
ખાટા ફળ એસિડિક હોય છે અને બપોરના ભોજનના તાત્કાલિક બાદ તેનું સેવન અમુક વ્યક્તિઓ માટે પાચનને ખરાબ કરી શકે છે. એસિડિટીના કારણે બેચેની, અપચો કે છાતીમાં બળતરા થઈ શકે છે. ખાસ કરીને એસિડ રિફ્લક્સથી ગ્રસ્ત લોકોએ આવુ કરવાથી બચવુ જોઈએ.
2. પોષક તત્વોના શોષણમાં વિલંબ
ભોજન બાદ સીધા સેવન કરવાથી ખાટા ફળોમાં અમુક કમ્પાઉન્ડ્સની હાજરી વિશિષ્ટ પોષક તત્વોના શોષણમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. તેનાથી જરૂરી ખનીજો અને વિટામિનોની ઉણપ શરીરમાં હોય છે અને તમને ફળ ખાવાનો ફાયદો પણ થતો નથી.
3. પેટ અને પાચનમાં મુશ્કેલી
અમુક વ્યક્તિઓને ભોજન બાદ ખાટા ફળ ખાવા પર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પ્રોબ્લેમ્સ જેમ કે પેટમાં દુખાવો, સોજો કે ગેસ થઈ શકે છે. ખાસ કરીને જો તેમનું પાચન તંત્ર સંવેદનશીલ હોય. તેથી આવા લાકોએ ભૂલથી પણ ખાટા ફળોનું સેવન ભોજન સાથે કરવુ જોઈએ નહીં.