ખૂબ ટેન્શન-ડિપ્રેશનમાં રહેતા લોકો ખોરાકમાં કરે ફેરફાર, આજથી જ આ વસ્તુ ભોજનમાં કરો સામેલ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ખૂબ ટેન્શન-ડિપ્રેશનમાં રહેતા લોકો ખોરાકમાં કરે ફેરફાર, આજથી જ આ વસ્તુ ભોજનમાં કરો સામેલ 1 - image


                                                       Image Source: Freepik

અમદાવાદ, તા. 06 ઓક્ટોબર 2023 શુક્રવાર

હતાશા, ગુસ્સો માણસને આત્મહત્યા સુધી લઈ જાય છે. દરમિયાન સૌથી પહેલા સારી આદતો અને આહાર દ્વારા શરીર અને મનને સુધારવાની પહેલ કરવી જોઈએ. 

WHO ના તાજેતરના રિપોર્ટમાં ભારતને વિશ્વનું 'સુસાઈડ કેપિટલ' જણાવાયુ છે. દર 40 સેકન્ડે દુનિયામાં ક્યાકને ક્યાક કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યુ છે. 

માનસિક બીમારી, હતાશા, દુર્વ્યવહાર, હિંસા, સાંસ્કૃતિક અને સામાજિક બેક ગ્રાઉન્ડ આત્મહત્યાના જોખમને વધારી રહી છે. આ નિરાશાજનક સ્થિતિમાં આરોગ્યની દ્રષ્ટિએ એવુ શું કરી શકાય કે આત્મહત્યાની પ્રવૃત્તિ પર અંકુશ લગાવવામાં આવી શકે. અમુક પોષક ખનીજ તત્વોને આધાર બનાવીને શરીર દ્વારા મનની શક્તિને જગાડવાનો પ્રયાસ કરાયો છે. 

મીઠુ

ઘણા લોકો જાતે જ મીઠુ ઓછુ ખાવા લાગે છે. આવુ કરવુ ખોટુ છે. તેનાથી વ્યક્તિને ડિહાઈડ્રેશન થઈને લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેથી ડોક્ટરની સલાહ બાદ જ મીઠાનું પ્રમાણ ઘટાડવુ કે વધારવુ.

કેલ્શિયમ

આ મહત્વપૂર્ણ ખનીજની ઉણપ આપણને ખૂબ કમજોર બનાવી શકે છે. કેલ્શિયમની ઉણપથી થનારા ડિપ્રેશન ખાસ કરીને મહિલાઓમાં પીએમએસ અને વૃદ્ધોમાં અસહાય શરીર થવા પર જીવન પ્રત્યે નિરાશાના વિચારને વધારી શકે છે. 

આયર્ન

કેલ્શિયમ જો શરીરનું માળખુ બનાવે છે તો આયર્ન રૂપી લોહ તત્વ તેમાં પ્રાણ ભરે છે. લાલ રક્ત કોશિકાઓ દ્વારા ઓક્સિજનનો પ્રવાહ કરવા અને મગજની માંસપેશીઓને તાકાત આપવાનું કામ આયર્ન જ કરે છે. આયર્નની ઉણપથી થનારા એનીમિયાથી લાખો મહિલાઓ અને બાળકો કોઈને કોઈ રીતે પ્રભાવિત થાય છે. તેની ઉણપથી થાક, નિરાશા અને ચિડીયાપણુ થવુ સામાન્ય લક્ષણ છે. 

સ્ત્રોત: અનાજ, બદામ, ટામેટા, બીટ, લીલા પાંદડાવાળી શાકભાજી અને ફળ. 

વિટામિન B6

આ સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર એટલે કે હવામાનમાં પરિવર્તનના કારણે થનારા તણાવને ઘટાડવામાં મદદરૂપ છે. તેની ઉણપથી એનીમિયા, બેચેની અને હતાશા દૂર થાય છે.

સ્ત્રોત: દૂધ-દહી, સોયાબીન, ટામેટા, બટાકા, કેળા, લીલા શાકભાજી, સૂકા મેવા અને દાળ વગેરેમાંથી. 

વિટામિન B12

આ કોષોમાં જોવા મળતા જનીન બનાવવા અને સુધારવામાં મદદ કરે છે. તેની ઉણપથી યાદશક્તિમાં ઘટાડો, થાક અને ડિપ્રેશન વગેરે પણ થાય છે.

સ્ત્રોત: દૂધ, દહી, ટામેટા, કઠોળ, બટાકા, કેળા, લીલા શાકભાજી.

વિટામિન D

વિટામિન ડીની ઉણપથી ડિપ્રેશન વધે છે તેમજ કેન્સર, રિકેટ્સ, ઓસ્ટિયોપોરેસિસ, કિડની રોગ, શરદી-ખાંસી, મેદસ્વીપણુ, અકાળે વૃદ્ધત્વ જેવા રોગ થાય છે.

સ્ત્રોત: તડકો, દૂધ, પનીર અને તેનાથી બનેલી ખાદ્યચીજો.

મેગ્નેશિયમ

આ શરીરમાં લગભગ 300 પ્રકારના મહત્વપૂર્ણ કાર્ય કરે છે. સારો મૂડ અને ખુશીને વધારનાર સેરેટોનિન નામના રસાયણને પેદા કરવામાં અને માનસિક સ્થિતિને સક્ષમ બનાવી રાખવામાં તેમની મોટી ભૂમિકા છે. 

ઓમેગા-3 ફેટી એસિડ

થાક, સ્વભાવમાં પરિવર્તન, યાદશક્તિમાં ઘટાડો અને ડિપ્રેશન ઓમેગા-3- ફેટી એસિડની ઉણપથી થાય છે. તેનું યોગ્ય પ્રમાણ મગજના ખરાબ વિચારોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 


Google NewsGoogle News