માત્ર સલાડ જ નહીં બીટનું રાયતુ પણ શરીર માટે છે ખૂબ લાભદાયી
Image Source: Freepik
અમદાવાદ, તા. 22 જાન્યુઆરી 2024 સોમવાર
બાળપણથી જ તમામને એ જણાવવામાં આવે છે કે બીટ ખાવા જોઈએ, તેને ખાવાથી શરીરમાં લોહી વધે છે. સાથે જ બીટ ખાવાથી ચહેરા પર ગ્લો આવે છે. આ વાત તો સાચી છે. બીટ આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે. સાથે જ તેને સલાડમાં તો તમામ સામેલ કરે છે પરંતુ અમુક લોકો તેને ખાવાનું ટાળે છે. અમુક લોકોને બીટનો ટેસ્ટ પસંદ હોતો નથી પરંતુ બીટનું રાયતુ ઘણુ સ્વાદિષ્ટ લાગે છે. બીટને તમે સલાડમાં ખાવાનું ટાળતા હોવ તો તેનું રાયતુ બનાવીને ખાઈ શકો છો. જે ખાવામાં સ્વાદિષ્ટની સાથે-સાથે આપણા આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી સાબિત થઈ જાય છે. તેથી ઘરે તમારે આને જરૂર બનાવવુ જોઈએ.
બીટનું રાયતુ ખાવાના ફાયદા
પાચનમાં સુધારો
બીટમાં ઉચ્ચ ફાઈબર હોય છે જે પેટને સાફ રાખવામાં મદદ કરે છે. રાયતુ ખાવાથી કબજિયાત દૂર થાય છે.
વજન નિયંત્રણ
બીટ ઓછી કેલેરીવાળુ હોય છે પરંતુ પેટ ભરેલુ હોય તેવો અનુભવ કરાવે છે. તેનાથી વજન વધવા પર કંટ્રોલ રહે છે.
એનર્જી બુસ્ટ
બીટમાં કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને તાત્કાલિક એનર્જી આપે છે.
બીપી કંટ્રોલ
બીટમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે.
આંખો માટે સારુ
બીટમાં કેરોટીન હોય છે જે આંખોની રોશની માટે લાભદાયી હોય છે.