Get The App

જો તમે પણ મોડે સુધી સૂવો છો થઇ જાઓ સાવધાન, નહીંતર થઇ શકે છે આ સમસ્યા

જે લોકો મોડે સુધી સૂવે છે તેમને હૃદય, મગજ અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા મળે છે

આથી જ વડીલો સવારે સૂર્યોદય પહેલા પથારીમાંથી બહાર નીકળી જવાની સલાહ આપે છે

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
જો તમે પણ મોડે સુધી સૂવો છો થઇ જાઓ સાવધાન, નહીંતર થઇ શકે છે આ સમસ્યા 1 - image


Oversleeping Side Effects: આપણા વડીલો આપણને બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદય પહેલા ઉઠી જવાની સલાહ આપતા હોય છે. પરંતુ હાલમાં જેવી આપણી જીવનશૈલી છે એવી છે કે ઘણા લોકો માટે આ કરવું સહેલું નથી. પરંતુ જે લોકો રાત્રે મોડા ઊંઘે છે અને મોડા ઉઠે છે તેમને આ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લાંબા કલાકો સુધી સૂવાથી તમારું શરીર અનેક રોગોનો શિકાર બની શકે છે. તેના 5 ગેરફાયદા ખૂબ જ ખતરનાક છે...

સ્થૂળતા

જે લોકોને ઊંઘવાની અને મોડે સુધી જાગવાની આદત હોય છે, તેમનો મેટાબોલિક રેટ ઘણો ઓછો હોય છે. આ કારણે કંઈપણ ખાધા પછી કેલેરી બર્ન કરવામાં મુશ્કેલી થાય છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે અને તેના કારણે સ્થૂળતા વધી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય બગડશે

જે લોકો સવારે મોડે સુધી ઊંઘે છે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. હેલ્થ એક્સપર્ટના મતે, જે લોકો આવું કરે છે તેઓમાં ચીડિયાપણું, ડિપ્રેશન અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ વધી શકે છે, જેના ગંભીર પરિણામો આવી શકે છે.

પાચનની સમસ્યા 

સવારે મોડે સુધી સૂઈ રહેવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ સિવાય જે લોકો મોડે સુધી જાગે છે તેમને પણ પાઈલ્સની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

હાર્ટની બીમાર 

મોડે સુધી સૂવાથી યોગ્ય સૂર્યપ્રકાશ નથી મળતો અને શરીરના હોર્મોન્સ તેમનું સંતુલન ગુમાવવા લાગે છે. જેના કારણે બ્લડ પ્રેશર લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલ પણ વધી શકે છે. તેનાથી હૃદય સંબંધિત અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે.

ડાયાબિટીસ

મોડે સુધી સૂઈ રહેતા લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે, જેના કારણે તેઓ ડાયાબિટીસનો શિકાર પણ બની શકે છે. મોડે સુધી જાગવાથી શુગર લેવલ એકદમ નીચું થઈ શકે છે. જેના કારણે ભૂખને લગતી સમસ્યાઓ થઈ શકે છે. આહારમાં અસંતુલન ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.

જો તમે પણ મોડે સુધી સૂવો છો થઇ જાઓ સાવધાન, નહીંતર થઇ શકે છે આ સમસ્યા 2 - image


Google NewsGoogle News