લોહી ઓછું છે? તો શરીર માટે વરદાન છે આ ફૂડ, આજથી જ ખાવાનું શરૂ કરી દો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
લોહી ઓછું છે? તો શરીર માટે વરદાન છે આ ફૂડ, આજથી જ ખાવાનું શરૂ કરી દો 1 - image


                                                      Image Source: Freepik

અમદાવાદ, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર

શિયાળાની સીઝન શરૂ થઈ ચૂકી છે અને મોસમના હિસાબે આપણે આપણા ભોજનમાં પણ પરિવર્તન કરવુ પડે છે. શિયાળામાં આપણને ગરમ વસ્તુઓની જરૂર હોય છે. શિયાળામાં નવા ફળ અને શાકભાજી બજારમાં આવે છે. શિયાળાની સીઝન માટે એક શ્રેષ્ઠ ફૂડ છે ખજૂર જેના એક નહીં ઘણા બધા ફાયદા છે. ખજૂરની તાસિર ગરમ હોય છે તેથી તેને ઠંડીના દિવસોમાં ખાવી જોઈએ. દરરોજ ખજૂરનું સેવન કરવાથી શરીરમાં થનારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે સાથે જ તમને ઘણા ફાયદા પણ જોવા મળશે. 

રેડ બ્લડ સેલ્સના ગ્રોથ માટે

કાળી ખજૂર ડાઈટ્રી ફાઈબરનો શ્રેષ્ઠ સોર્સ માનવામાં આવે છે. તેના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પેટમાં ગેસ, અપચો, ખરાબ પાચન અને ઘણી અન્ય સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ કારગર માનવામાં આવે છે. આ સિવાય આમાં આયર્ન પણ હોય છે. તેના સેવનથી રેડ બ્લડ સેલ્સનો ગ્રોથ થાય છે અને શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. જો તમને હીમોગ્લોબીનની ઉણપ હોય તો તમે આજથી જ ખજૂરનું સેવન કરવાનું શરૂ કરી દો. 

હાડકાઓ માટે ફાયદાકારક

ખજૂર કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે તેથી તેને હાડકાઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી હાડકાઓ મજબૂત થાય છે. હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દીઓ માટે કાળી ખજૂરનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ બેડ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરીને ગુડ કોલેસ્ટ્રોલ લેવલને વધારે છે. હાર્ટ હેલ્થ માટે પણ કાળી ખજૂર ફાયદાકારક માનવામાં આવે છે. કાળી ખજૂરનું સેવન કરવાથી હાર્ટ એટેક, ફેલિયર અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ઓછુ થઈ જાય છે.


Google NewsGoogle News