જાણો ફ્લૂ, વાયરલ ફીવર અને ન્યૂમોનિયા વચ્ચેનું અંતર, કોણ છે સૌથી વધુ જોખમી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
જાણો ફ્લૂ, વાયરલ ફીવર અને ન્યૂમોનિયા વચ્ચેનું અંતર, કોણ છે સૌથી વધુ જોખમી 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 29 નવેમ્બર 2023 બુધવાર

શિયાળાની સીઝન પોતાની સાથે ઘણી બીમારીઓ પણ લઈને આવી છે. દેશના અમુક વિસ્તારોમાં અત્યારે ફ્લૂ, વાયરલ ફીવર અને ન્યુમોનિયાના કેસ વધી રહ્યા છે. આ સીઝનમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ સક્રિય થઈ જાય છે, જેનાથી બીમારીઓ વધવા લાગે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે ફ્લૂ, વાયરલ તાવ અને ન્યુમોનિયા (Flu, Viral Fever and Pneumonia) માં ખાંસી-શરદી અને તાવ જ હોય છે. દરમિયાન ઘણા લોકોને આ ત્રણેયની ઓળખ કરવામાં મૂંઝવણ રહે છે. તેને ઝડપથી જાણી લેવી જોઈએ કેમ કે ન્યુમોનિયા જેવી બીમારીઓ જોખમી અને જીવલેણ પણ હોઈ શકે છે.  

ન્યુમોનિયા-ફ્લૂમાં શું અંતર છે

1. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ફ્લૂ અને ન્યુમોનિયાના લક્ષણમાં સૌથી મોટુ અંતર શ્વાસ સાથે જોડાયેલુ છે. ફ્લૂ થવા પર શ્વાસ લેવામાં કોઈ પ્રકારની પરેશાની થતી નથી પરંતુ ન્યુમોનિયામાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેનાથી શરીરમાં ઓક્સિજનની ઉણપ થઈ જાય છે. 

2. ફ્લૂ થવા પર છાતીમાં દુખાવાની સમસ્યા થતી નથી પરંતુ ન્યુમોનિયામાં છાતીમાં ખૂબ દુખાવો રહે છે. ખાંસીની સાથે કફ પણ આવે છે.

3. ન્યુમોનિયા થવા પર થાક, ભૂખમાં ઘટાડો અને ઠંડો પરસેવો આવે છે પરંતુ ફ્લૂમાં ઠંડો પરસેવો નીકળતો નથી. 

4. ફ્લૂ 3-4 દિવસમાં આપમેળે ઠીક થઈ જાય છે પરંતુ બેક્ટેરિયલ ન્યુમોનિયા દર્દીની હાલતને બગાડી શકે છે. સમયસર સારવાર ન મળે તો જીવ પણ જઈ શકે છે.

ન્યુમોનિયા અને વાયરલ ફીવરમાં અંતર

વાયરલમાં સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં સમસ્યા કે છાતીમાં દુખાવો થતો નથી. વાયરલ ફીવર કોઈને પણ થઈ શકે છે. જ્યારે ન્યુમોનિયાના મોટાભાગના કેસ બાળકો અને વૃદ્ધોમાં જ હોય છે. 2 વર્ષથી નાની ઉંમરના નાના બાળકો માટે આ જોખમી હોઈ શકે છે. 


Google NewsGoogle News