જાણો માણસોમાં રહેલા અજીબોગરીબ ફોબિયા વિશે
માણસમાં 6 વિચિત્ર ફોબિયા જે સામાન્ય લોકોના ડરથી બિલકુલ અલગ છે કે જેના વિશે જાણીને પણ નવાઈ લાગે કે કોઈ વ્યક્તિ આ વસ્તુઓથી કેવી રીતે ડરી શકે? !
નવી દિલ્હી, તા. 27 નવેમ્બર 2022 રવિવાર
ફોબિયા એટલે ડર અને ડર કોઈપણ વસ્તુને કારણે થઈ શકે છે. એ વાત સાચી છે કે દરેક વ્યક્તિ ડરતો હોય છે પરંતુ કેટલાક વધુ ડરતા હોય છે અને કેટલાક ઓછા. કેટલાક પ્રાણીઓથી ડરતા હશે અને કેટલાકને અંધારાથી ડર લાગશે. આવો આવા જ 6 અજીબોગરીબ ફોબિયા વિશે જાણીએ કે જે સામાન્ય લોકોના ડરથી બિલકુલ અલગ છે.
1) અર્ગોફોબિયા
એટલે નોકરી કે કાર્યસ્થળનો ડર. લોકો કામ પર જવાથી, કામમાં નિષ્ફળ જવા અથવા તેને અધૂરું છોડી દેવાથી ડરતા હોય છે.
2) સોમનિફોબિયા
ઊંઘનો ડર. એટલે કે, લોકો ડરતા હોય છે કે તેઓ કદાચ ઊંઘી શકશે નહીં. હકીકતે તેઓ ખરાબ કે ભયાનક સપના આવવાના ડર ને લીધે ઊંઘી શકતા નથી.
3) કેટોફોબિયા
આ ફોબિયાથી પીડિત લોકો ભયભીત હોય છે કે તેમના વાળ તૂટી જશે. તેમાં અમુક લોકો તેમના આખા શરીરના વાળથી ડરે છે.
4) ઓઇકોફોબિયા
આ ભયથી પીડિત લોકો ઘરમાં રહેવાથી ડરતા હોય છે. તેમને લાગે છે કે જો તેઓ ઘરમાં રહેશે તો તેમની સાથે કંઈક ખરાબ થશે. એટલું જ નહીં તેઓ ઘરની વસ્તુઓથી પણ ડરતા હોય છે.
5) પેનફોબિયા
તેમાં લોકો દરેક વસ્તુથી ડરે છે. તેમને લાગે છે કે તેમની સાથે કંઈક તો ખરાબ થશે. તેમને લાગે છે કે કોઈ ભૂત તેમની પાછળ આવી રહ્યું છે.
6) એબલ્ટોફોબિયા
આ ફોબિયાથી પીડિત લોકો નાહવા અથવા તો પાણીથી ડરતા હોય છે, તેથી તેઓ શરીર પર પાણી રેડવામાં જ અસમર્થ હોય છે.