જાણો કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે ઈમ્યુનિટી વધારવાની ટિપ્સ
Image Source: Freepik
અમદાવાદ, તા. 22 ડિસેમ્બર 2023 શુક્રવાર
હવે એક વખત ફરી કોરોનાના નવા વેરિયન્ટ JN.1 એ લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. કોરોનાનું નવુ સ્ટ્રેન જેએન.1 એ સમગ્ર દુનિયામાં હલચલ મચાવી દીધી છે. પહેલા તો ચીન, અમેરિકા, સિંગાપુરમાં કેસ સામે આવ્યા હતા પરંતુ હવે ભારતમાં પણ આના કેસ જોવા મળી રહ્યા છે. ભારતના કેરળ રાજ્યમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. ઉત્તરાખંડમાં પણ એલર્ટ જારી છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ અવારનવાર આ અંગે બેઠક કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું કોરોનાનો આ નવો વેરિયન્ટ જોખમી છે? આ સમયમાં સ્વાસ્થ્ય એક્સપર્ટનું માનવુ છે કે તમારે કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે પોતાની ડાયટનો ખ્યાલ રાખવો જોઈએ.
સ્વાસ્થ્ય એક્સપર્ટ અનુસાર ઈમ્યુનિટી પર વધુ ધ્યાન આપીને કોરોના વાયરસના સંક્રમણના જોખમને ઘટાડી શકાય છે. મુખ્ય પોષણ તત્વોમાં આપણે પોતાની કેલેરી, ઓક્સિડેટિવ તણાવ, વિટામિન, સોજો અને ડીટોક્સિફિકેશન પર ધ્યાન આપીને કોરોના સંક્રમણના જોખમને ઘટાડી શકાય છે.
કેલેરી
જો આપણે પોતાની ડાયટમાં ઓછી કેલેરીવાળા ભોજનને સ્થાન આપીએ છીએ તો તેના કારણે આહારમાં વિટામિન અને ખનીજોનું અપૂરતુ સેવન થઈ શકે છે. જે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. કેલેરી અને કાર્બોહાઈડ્રેટમાં પૂરતા આહારથી પ્રાપ્ત ગ્લાઈકોજનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખાંડ, ગોળ, ફળોનો રસ, ઘી, તેલ જેવા સરળ કાર્બોહાઈડ્રેટ કેલેરીના સારા સ્ત્રોત છે.
ઈન્ફ્લેમેશન
શરીરનું સંક્રમણ, ઈજા અને ઝેરીલા પદાર્થો સામે લડવાની પ્રક્રિયાને ઈન્ફ્લેમેશન કહેવામાં આવે છે. જ્યારે અમુક કોશિકાઓને નુકસાન પહોંચાડે છે, તો તમારુ શરીર તે રસાયણોને છોડે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિથી પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે. ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ, ઈ અને સી, ઝિંક સોજાને ઘટાડવા માટે જરૂરી છે.
ડિટોક્સીફાઈ
શરીર દ્વારા બનાવવામાં આવેલા ઝેરને લીવર ડિટોક્સીફાઈ કરે છે. ડેટોક્સ ખાસ કરીને પૂરતી ઊંઘ પર ધ્યાન આપવાની સાથે-સાથે પાણીનું પ્રમાણ વધારવા, એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ખાદ્ય પદાર્થ, ખાંડ, મીઠાંના સેવનમાં ઘટાડો વગેરે પર કેન્દ્રિત છે. જેના દ્વારા શરીરને ડિટોક્સીફાઈ કરવામાં આવી શકે છે.
ઓક્સિડેટિવ તણાવ
ઓક્સિડેટિવ તણાવ શરીરમાં હાજર મુક્ત કણો અને એન્ટીઓક્સિડેન્ટની વચ્ચે અસંતુલન પેદા કરે છે. સૂક્ષ્મ પોષક તત્વો તરીકે એન્ટીઓક્સિડેન્ટનો ઉપયોગ વધેલા ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં મદદ કરી શકે છે. સેલેનિયમ, વિટામિન એ, ઈ અને સી, લાઈકોપીન અને લ્યૂટિન એન્ટીઓક્સિડેન્ટના સારા સ્ત્રોત છે. જેમાં દૂધ ઉત્પાદન, લીલા પાંદડાવાળા શાકભાજીઓ, ખાટા ફળ, બદામ, મગફળી વગેરે સામેલ છે.
વિટામિન
વિટામિન ડી, બી 6 અને ઝિંક શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. વિટામિન ડી તમારા શરીરને કેલ્શિયમ અને ફોસ્ફરસ રક્ત સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. જેના કારણે શ્વાસની બીમારીઓથી પણ છુટકારો મળે છે. ઝિંક ટી-કોશિકાઓના ઉત્પાદન અને સક્રિય કરવામાં મદદ કરવા માટે છે.