Walking Benefits: જાણો દરરોજ સવારે ઉઘાડા પગે ઘાસમાં ચાલવાના અઢળક ફાયદા, બીમારીઓ રહેશે દૂર

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
Walking Benefits: જાણો દરરોજ સવારે ઉઘાડા પગે ઘાસમાં ચાલવાના અઢળક ફાયદા, બીમારીઓ રહેશે દૂર 1 - image


                                                            Image Source: Freepik

અમદાવાદ, તા. 04 ઓક્ટોબર 2023 બુધવાર

આપણી લાઈફસ્ટાઈલ જ આપણને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. દિનચર્યા બગડવાથી ધીમે-ધીમે આપણે બીમારીનો શિકાર થઈએ છીએ. પહેલાના સમયમાં એવી ઘણી આદતો હતી જેને ફોલો કરીને લોકો પોતાને સ્વસ્થ રાખતા હતા પરંતુ આજકાલ લોકો પર વિદેશી આદતોની ગાઢ અસર પડી રહી છે. જેમ કે મોડી રાત સુધી સ્ક્રીન પર સતત બેસીને કામ કરવુ, અપૂરતી ઊંઘ, યોગ ન કરવા, યોગ્ય આહાર ન લેવો, બહારનું ભોજન જમવુ વગેરે.

દરમિયાન જો તમે આ ટેવોને બદલી દેશો તો તમે ન માત્ર હેલ્ધી રહી શકો છો પરંતુ બીમારીઓ તમને સ્પર્શી પણ નહીં શકે. આપણે પાર્ટી, કોલેજ, ઓફિસ અનુસાર કપડા અને સેન્ડલ, બૂટ પહેરીએ છીએ પરંતુ આના કરતા વધુ સમય સુધી ચપ્પલ કે બૂટ પહેર્યા વિના રહેવુ પણ આરોગ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. સવારના સમયે થોડીવાર માટે તમે ચપ્પલ વિના ઘાસ પર ફરશો તો તેનાથી તમારા આરોગ્યને ખૂબ જ લાભ થશે. 

1. આયુર્વેદ અનુસાર વ્યક્તિના પગના તળિયા પર જ આખા શરીરનું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. એટલે કે મગજ, હૃદય, લિવર અને કિડની જેવા અન્ય અંગના ફંક્શનને પગના તળિયાને સ્વસ્થ રાખીને બીમારીઓથી બચાવી શકાય છે. આ માટે જો તમે દરરોજ સવારે ચપ્પલ વિના થોડા સમય માટે ઘાસ પર ચાલો છો તો તેનાથી તમે કેન્સર જેવી બીમારીઓને પણ સાજી કરી શકો છો.

2. દરરોજ સવારે ભીના ઘાસ પર જો તમે ચપ્પલ વિના ચાલશો તો તેનાથી ઈમ્યુનિટી મજબૂત થાય છે. ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થવાથી બીમારીઓ વ્યક્તિને સ્પર્શી પણ નહી શકે. પગના તળિયાના સેલ્સ આપણા શરીરના તમામ અંગોની નસ સાથે સીધા જોડાયેલા હોય છે. તેથી આ રીતે ચાલવાથી ફાયદો મળશે.

3. જો તમે સવારના સમયે દરરોજ ચપ્પલ વિના ઘાસ પર ચાલશો તો તેનાથી તમને તણાવ અને એન્ગજાઈટીથી છુટકારો મળશે. સાથે જ આ રીતે ચાલવાથી તમારો મૂડ પણ ફ્રેશ રહેશે. લીલુ અને મુલાયમ ઘાસ રાતના ઝાકળથી ભીનુ થયેલુ હોય તો આ તમારા તળિયા માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. 

4. ચપ્પલ વિના ભીના ઘાસ પર ચાલવાથી તમારી આંખોની રોશની પણ ખૂબ સારી થાય છે. આ કોઈ વરદાનથી ઓછુ નથી. તેનાથી આંખોની રોશની પણ તેજ થાય છે.


Google NewsGoogle News