Get The App

જાણો ઘર કે ઓફિસના કામની વચ્ચે 'માઈક્રો બ્રેક' લેવાથી થતાં ફાયદા

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
જાણો ઘર કે ઓફિસના કામની વચ્ચે 'માઈક્રો બ્રેક' લેવાથી થતાં ફાયદા 1 - image


Image: Freepik

Micro Breaks Benefits: એક વખત બધુ કામ પૂરુ કરી લઉં પછી જ આરામ કરીશ. મોટાભાગની મહિલાઓનો ઓફિસ કે ઘરના કામ દરમિયાન આ જ વિચાર હોય છે અને તે કલાકો સુધી રોકાયા વિના કામમાં લાગેલી છે. એટલું જ નહીં તેમાં તેઓ પરફેક્શનની પાછળ પડેલી રહે છે. જેના કારણે થાક અને કંટાળો બંને વધી જાય છે. સાથે જ આ ટેવના કારણે ધીમે-ધીમે તેઓ ઘણા પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓનો પણ શિકાર થવા લાગે છે. તેનાથી બચવાની ઘણી રીત છે માઈક્રો બ્રેક લેવો અને તે માત્ર મહિલાઓ માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. 

માઈક્રો બ્રેક શું છે?

પોતાની વ્યસ્ત દિનચર્યામાં વચ્ચે-વચ્ચે પોતાને રિલેક્સ કરવા માટે થોડો સમય કાઢવાને માઈક્રો બ્રેક કહેવામાં આવે છે. આ બ્રેક 10 મિનિટનો પણ હોઈ શકે છે કે 5 મિનિટનો પણ હોય છે. આ નાનો બ્રેક તમને રિફ્રેશ અને રિચાર્જ કરવાનું કામ કરે છે.

માઈક્રો બ્રેકમાં શું કરવુ?

1. માઈન્ડફુલનેસથી સ્ટ્રેસ દૂર થાય છે, તો આ માટે એક્સરસાઈઝ કરો. થોડી મિનિટ માટે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આંખ બંધ કરીને સુખાસનમાં બેસી જાવ. તમે ઓફિસમાં પોતાની ખુરશી પર બેસીને પણ આવું કરી શકો છો. માઈન્ડફુલનેસની આપણા ઈમોશન્સ સાથે સ્કિલ્સ પર પણ અસર પડે છે. સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ઓછું થવા લાગે છે.

2. કોઈને કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરો. રસોડામાં કુકિંગ દરમિયાન કે કચરા-પોતું કરતી વખતે શરીરને થોડું સ્ટ્રેચ કરો. તેનાથી માંસપેશીઓ રિલેક્સ થાય છે. એક્સપર્ટ્સ અનુસાર કામની વચ્ચે 10 મિનિટનો માઈક્રો બ્રેક લેવાથી થાકનો અનુભવ થતો નથી. કંટાળો આવતો નથી અને તેનાથી કામને પણ ઝડપથી પૂર્ણ કરી શકાય છે.

3. પામિંગ કરી શકો છો. માઈક્રો બ્રેકમાં પામિંગથી ખૂબ આરામ મળે છે. હથેળીઓને ઘસો, જેનાથી ગરમી ઉત્પન્ન થાય. પછી તેને આંખો પર અમુક સેકન્ડ માટે રાખો. હવે ધીમે-ધીમે આંખોને ખોલો. 

4. વાતાવરણમાં પરિવર્તન પણ કારગર સાબિત થઈ શકે છે. જેમ કે ઘરના કામ કરી રહ્યાં છો તો વચ્ચે એક કપ ચા પીવા માટે લોનમાં બેસી જાવ. ઓફિસ છે, તો સીટ છોડીને કેન્ટીન કે બહાર થોડા સમય ચાલો. આ નાની-નાની વસ્તુઓથી મગજ રિફ્રેશ થઈ જાય છે.

માઈક્રો બ્રેકના ફાયદા

ફોકસ વધે છે.

શરીર ફિટ રહે છે અને તમે વધુ એનર્જેટિક ફીલ કરો છો.

બોડીની સાથે માઈન્ડ પણ હેલ્ધી રહે છે.

સ્ટ્રેસ દૂર થાય છે.

ક્રિએટિવિટી અને પ્રોડક્ટવિટી વધે છે.

થાક દૂર થઈ જાય છે.


Google NewsGoogle News