Get The App

જાણો ઉનાળામાં કાચી ડુંગળી ખાવાના પાંચ ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ માટે છે રામબાણ

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
જાણો ઉનાળામાં કાચી ડુંગળી ખાવાના પાંચ ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ માટે છે રામબાણ 1 - image


Image: Freepik

Onion Benefits: ઉનાળામાં ડુંગળીને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર જો દરરોજ એક કે બે ડુંગળી ખાવામાં આવે તો ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ કંટ્રોલ થઈ શકે છે. તેમાં વિટામિન A, વિટામિન B6, વિટામિન B- કોમ્પ્લેક્સ અને વિટામિન C હોય છે. સાથે જ એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી-એલર્જિક અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ લાભદાયી હોય છે.  

1. લૂ થી બચાવે છે

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઉનાળામાં ઘણી વખત લોકો લૂ ની ચપેટમાં આવવાથી બીમાર થઈ જાય છે. દરમિયાન જો કાચી ડુંગળી ખાઈએ તો તાપમાન વધવા પર આરોગ્ય સારુ રહેશે. તેનાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ થશે નહીં અને લૂ થી બચી શકો છો.

2. શરીરને ઠંડક પહોંચાડે છે

એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે ઉનાળામાં ખૂબ તડકો અને ગરમ હવાઓ હોય છે તો કાચી ડુંગળી પોતાની ડાયટમાં સામેલ કરી દેવી જોઈએ. ઘણા ગુણોથી ભરપૂર ડુંગળી આવા હવામાનમાં શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે અને તેને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે.

3. ઈમ્યુનિટી વધારે છે

ડુંગળીમાં હાજર એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી કાર્સિનોજેનિક ગુણ કોઈ ઔષધિથી ઓછો નથી. તેમાં સેલેનિયમ નામનું તત્વ હોય છે, જે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરીને શરીરને બીમારીઓથી દૂર રાખવાનું કામ કરે છે. 

4. પાચનશક્તિ મજબૂત કરે છે

હેલ્થ એક્સપર્ટ અનુસાર ઉનાળામાં ડુંગળી ખૂબ કારગર માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે તેને ખાવાથી પાચનશક્તિ નબળી થતી નથી. જો કાચી ડુંગળી અને લીંબુના રસવાળા સલાડ ખાવામાં આવે તો પાચનશક્તિ સુધરે છે અને પેટની સમસ્યાઓ પણ થતી નથી. 

5. શુગર લેવલ જાળવે છે

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર ઉનાળાની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી લાભદાયી થઈ શકે છે. આ શુગર લેવલ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. તેમાં સલ્ફર અને ક્વેર્સિટિન જેમ કે એન્ટી ડાયબિટિક કમ્પાઉન્ડ પહેલેથી હાજર હોય છે, જે બ્લડ શુગર લેવલને જાળવી રાખી શકે છે.


Google NewsGoogle News