ડાયાબિટીસના દર્દીઓ માટે કીવીનું સેવન છે ખૂબ જ લાભદાયી, બ્લડ શુગર લેવલ કરે છે કંટ્રોલ
Image Source: Freepik
અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2023 બુધવાર
ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે. જૂન 2023માં એક સ્ટડી અનુસાર અત્યારે ભારતમાં 101 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસના શિકાર થઈ ચૂક્યા છે જ્યારે વર્ષ 2019માં આ આંકડો 70 મિલિયનની નજીક હતો. સ્ટડીમાં જણાવાયુ હતુ કે અમુક રાજ્યોમાં આંકડા સ્થિર થઈ ગયા છે જ્યારે ઘણા રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે.
જો તમે પણ ડાયાબિટીસના શિકાર છો અને પોતાની ડાયટમાં આવા ફળોને સામેલ કરવા ઈચ્છો છો. જેના માધ્યમથી તમારુ બ્લડ શુગર પણ કંટ્રોલ રહે. સાથે જ પ્રોટીનનું પ્રમાણ પણ પૂરુ થઈ જાય. એવા તમામ શુગરના દર્દીઓ માટે કીવી ફળ એક સારુ માધ્યમ સાબિત થઈ શકે છે. આ ફળ ખૂબ એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરેલુ હોય છે અને તેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પણ ઓછુ હોય છે, આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે કીવી
કીવી ફળમાં વિટામિન સી ની સાથે ઘણા એવા વિટામિનનું પ્રમાણ જોવા મળે છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. આ ફળ એન્ટી ઓક્સિડેન્ટથી ભરેલુ હોય છે અને તેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પણ ઓછુ હોય છે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
જોકે કીવીનું વધુ પડતુ સેવન પણ નુકસાનકારક માનવામાં આવે છે. દરમિયાન ડાયાબિટીસના દર્દી પોતાની સવારની ડાયટમાં કીવી ફળને સામેલ કરો. આ સાથે જામફળ, સફરજન અને પપૈયાનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમામ ફળોનો ફ્રૂટ ચાર્ટ બનાવીને જો તમે ખાશો તો તમારુ બ્લડ શુગર કંટ્રોલ રહેશે. જોકે અમુક દર્દીને કેટલાક ફળથી એલર્જી હોય છે જો આમાંથી કોઈક ફળની એલર્જી હોય તો તેનું સેવન કરવુ જોઈએ નહીં. ડાયાબિટીસના દર્દીઓમાં વધતા કે ઘટતા વજનને રોકવામાં આ ફળ ખૂબ લાભદાયી છે. કીવી ખાવાથી વજન સરળતાથી કંટ્રોલમાં રહે છે.